ભુજમાં પાંચ હજાર લેન્ડલાઇન ફોન બંધ કરાતાં નારાજગી

ભુજ, તા. 3 : ભુજ શહેરમાં છેલ્લા ચાર દિવસથી બી.એસ.એન.એલ.ના લેન્ડલાઇન ટેલિફોન બંધ?થઇ ગયા હોવાથી અનેક ગ્રાહકો પરેશાન બન્યા હતા. ગત મંગળવારથી અચાનક ફોન મૂંગા થઇ ગયા હતા. વળી ગ્રાહકો પોતાના ફોન બંધ?છે તેવી ફરિયાદ કરે છે તો ફરિયાદ માટે પણ કોઇ જવાબ મળતો નથી. શહેરના અનેક વિસ્તારના ગ્રાહકોએ સંચાર નિગમની આ સેવા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જ્યાં ટેલિફોન બંધ હોય ત્યાં ઇન્ટરનેટ પણ બંધ?થઇ ગયા હોવાની રાવ મળી હતી. આ અંગે નિગમના જનરલ મેનેજર સંજીવ સિંઘવીને પૂછતાં તેમણે જણાવ્યું કે, ભુજના એક્સચેન્જમાં ટેકનિકલ રીતે તમામ ટેલિફોનને આધુનિક નવી પદ્ધતિમાં જોડવાનું કામ ચાલુ છે. એક પછી એક પોતાની રીતે બધા જ ફોન ચાલુ થતા જાય છે. અંદાજે પાંચ હજાર ફોન બંધ કર્યા હોવાનું કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer