ફ્રેન્ચ ઓપનનું આયોજન દર્શકોની હાજરીમાં થશે

પેરિસ, તા.3: કોરોના વાઇરસની મહામારી છતાં ફ્રેંચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન દર્શકોની હાજરીમાં થશે અને આ માટે ટિકિટોનું વેંચાણ પણ ટૂંક સમયમાં શરૂ થશે. કોરોનાની સ્થિતિને લીધે ફ્રેંચ ઓપન ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે આ લાલ માટી પર રમાતી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં રમાશે. આજે ફ્રેંચ ટેનિસ ફેડરેશને ટિવટ કર્યું છે કે 16 જુલાઇથી દર્શકો માટે ટિકિટોનું ઓનલાઇન વેંચાણ શરૂ થશે. પહેલા આ ટૂર્નામેન્ટ 24 મેથી શરૂ થવાની હતી પણ કોરોના મહામારીને લીધે હવે તે 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પહેલા ઓગસ્ટના અંતમાં યૂએસ ઓપન રમાવાની છે. જે કદાચ સ્થગિત થઇ શકે છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં નંબર વન જોકોવિચે સર્બિયા અને ક્રોએશિયામાં એક પ્રદર્શની ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં સામાજિક દૂરીના નિયમોનું પાલન થયું ન હતું. આથી જોકોવિચ સહિત ચાર ખેલાડી કોરોનાગ્રસ્ત બન્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer