2011 વિશ્વકપ ફાઇનલ ફિક્સિંગની તપાસનો `દાળોવાટો''

કોલંબો, તા. 3 : પૂર્વ શ્રીલંકન ખેલમંત્રી મહિંદાનંદા અલુથગામગેનો 2011ની વિશ્વકપની ફાઇનલ મેચ ફિક્સ હોવાનો દાવો સાચો સાબિત થયો નથી. શ્રીલંકાની પોલીસે 2011ની વન-ડે વિશ્વકપ ફાઇનલમાં ભારત સામેની તેના દેશની ટીમની હારમાં ફિક્સિંગ થયાની તપાસ આજે શુક્રવારે બંધ કરી દીધી છે. શ્રીલંકાની પોલીસે આ સાથે એમ પણ કહ્યંy કે દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગકારા અને માહેલા જયવર્ધનેના નિવેદન લીધા પછી પણ કોઇ પુરાવા મળ્યા નથી. આથી આ તપાસ બંધ કરવામાં આવી છે. તપાસનો હવાલો સંભાળનાર શ્રીલંકાના પોલીસ અધીક્ષક જગત ફોનસેકાએ જણાવ્યું હતું કે અમે આ તપાસ રિપોર્ટ ખેલ મંત્રાલયના સચિવને મોકલી દીધો છે. તેમણે અમને તપાસનો આદેશ આપ્યો હતો. અમે હવે આજથી આ તપાસ બંધ કરી છે. તેમના અનુસાર પૂર્વ ખેલ મંત્રીએ જે આરોપ લગાવ્યા હતા તેના કોઇ પુરાવા મળ્યા નથી. આથી અમે હવે કોઇ ખેલાડીની પૂછપરછ કરશું નહીં. તપાસ ટીમે તે સમયના મુખ્ય પસંદગીકાર અરવિંદ ડિ'સિલ્વા ઉપરાંત વિશ્વકપના સુકાની કુમાર સંગકારા અને માહેલા જયવર્ધનેની પૂછપરછ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer