મુંદરા પાસે કંપનીમાં પરપ્રાંતીય કામદાર યુવાને ગળેફાંસો ખાધો

ભુજ, તા. 3 : મુંદરા નગર નજીક અદાણી બંદર તરફ જતા માર્ગ ઉપર કાર્યરત વિલમાર કંપનીમાં કામદાર મૂળ ઉત્તરપ્રદેશના સંદીપ નંદલાલ ગૌતમ (ઉ.વ.24)એ ગળેફાંસો ખાઇ લઇને કોઇ કારણોસર આપઘાત કર્યો હતો. પોલીસ સૂત્રોએ ગઇકાલે બનેલી આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મરનાર યુવાન કંપનીમાં યુનિટ-2 ખાતે કામ કરતો હતો. આ દરમ્યાન ગઇકાલે તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. મરનારે કયા કારણે આત્મહત્યા કરી તેના કારણો હજુ સ્પષ્ટ થયા નથી. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer