એ કોલસા ગેરકાયદે નીકળતાં વનતંત્રએ સ્વતંત્ર ગુનો નોંધ્યો

ભુજ, તા. 3 : તાલુકાના જુણા ગામે ખનિજચોરી અન્વયે પોલીસ પાર્ટી ઉપર કરાયેલા જીવલેણ હુમલાના કેસના આરોપીઓને પકડવા માટેની દોડધામ દરમ્યાન પકડાયેલા 230 બોરી શંકાસ્પદ કોલસા ગેરકાયદેસર બનેલા હોવાનું ફલિત થતાં વનતંત્રએ આ વિશે અલગથી ગુનો દાખલ કર્યો હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ આરોપીઓ પકડવાની કાર્યવાહી દરમ્યાન જિલ્લા ટ્રાફિક શાખાની ટુકડીએ રમજાન ઓસમાણ સમાનો મનાતો રૂા. 82,800નો કોલસાની 230 બોરીનો આ જથ્થો કબજે કર્યો હતો. પોલીસ દ્વારા આ મામલે વનતંત્રને આગળની તપાસ સોંપાયા બાદ આ કોલસા ગેરકાયદેસર રીતે બનાવાયા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી વનતંત્રએ તેની જોગવાઇઓ મુજબ આરોપી સામે અલગથી ગુનો આજે નોંધ્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer