પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાના માર્ગો માટે 21.74 કરોડ મંજૂર

ભુજ, તા. 3 : માર્ગ અને મકાન વિભાગે તાજેતરમાં માંડવી, નખત્રાણા, લખપત, અબડાસાના રસ્તાઓ માટે 21.74 કરોડના કામો મંજૂર કર્યા છે. માંડવીના ડોણ-જોતેશ્વર સી.સી. રોડના રૂા. 40 લાખ, મોટા લાયજા બસસ્ટેશન સુધીના રોડ માટે 62 લાખ, અબડાસા, લખપત, નખત્રાણા તાલુકાના કાચા ડામર રોડ માટે રૂા. 11 કરોડ 72 લાખ, અબડાસા રિસર્ફેસિંગ માટે 3.95 કરોડ, લખપત-નખત્રાણા તાલુકામાં રૂા. 4.20 કરોડ, કોઝવે તથા સાંકડા નાળાં પર નવા પુલ માટે 85 લાખ જેવી માતબર રકમ ફાળવી છે. આ માટે સાંસદ વિનોદભાઇ ચાવડા તથા ધારાસભ્યો તેમજ જનપ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાને લઇ માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કામો મંજૂર કરીને  જોબ નંબર ફાળવ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer