આદિપુરમાં જાહેરમાં જુગાર રમતા સાત જણ ઝડપાયા

ગાંધીધામ, તા. 3 : આદિપુરના વોર્ડ 4-એમાં એક મકાન આગળ પત્તા?ટીંચતા ત્રણ પુરુષ અને ચાર મહિલા એમ સાત લોકોને પોલીસે પકડી પાડી રોકડા?રૂા. 14,690 જપ્ત કર્યા હતા. આદિપુરના વોર્ડ 4-એમાં આવેલા મકાન નંબર 197ના ઝાડ નીચે અમુક લોકો ગોળ કુંડાળુંવાળી પત્તા ટીંચી રહ્યા હતા ત્યારે પોલીસ ત્રાટકી હતી. કમલ તુલસીદાસ સીરવાણી (રહે. વોર્ડ 4-એ, આદિપુર), મહેશ?ખેમચંદ આસનાણી (રહે. વોર્ડ 6-એ, દીપમાલાનગર, આદિપુર), જયેશ રામચંદ કુકરાણી (રહે. વોર્ડ 2-બી, આદિપુર), કવિતાબેન સુનિલ દેવનાણી (રહે. નવવાળી, આદિપુર), સંગીતાબેન રમેશ?મેઘાણી (રહે. 2-બી, આદિપુર), ભારતીબેન મહેશ આસનાણી (રહે. વોર્ડ 6-એ, દીપમાલાનગર, આદિપુર)?અને આશાબેન સુનિલ નાનવાણી (રહે. વોર્ડ 4-એ, સિંધુનગર, આદિપુર)ની ધરપકડ કરી હતી. પોલીસને જોઇને નાસવાની કોશિશ કરનારા આ તમામને પકડી લેવાયા બાદ જુગાર ખેલતા આ ખેલીઓ પાસેથી રોકડ?રૂા. 14,690, ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 16,190નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer