ઝુરામાં હીંચકે ઝૂલી રહેલી તરુણીને અકસ્માતે ફાંસો આવી જતાં સારવાર તળે

ભુજ, તા. 3 : તાલુકાના ઝુરા ગામે ફળિયામાં બાવળના ઝાડમાં બાંધેલા હીંચકા ઉપર હીંચી રહેલી હિના ભીમજી ભદરૂ (ઉ.વ.13)ના ગળામાં અકસ્માતે રસ્સી વીંટળાઇ જતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે પોલીસે આપેલી માહિતી મુજબ આજે બપોરે આ ઘટના બન્યા બાદ ભોગ બનનારી કિશોરીને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બાવળના ઝાડમાં દોરીના હીંચકામાં ઝુલા ખાવા સમયે ગળામાં દોરી વિંટાઇ જતાં શ્વાસ લેવામાં તકલીફ થવા સાથે આ તરુણી બેભાન બની ગઇ હતી તેવું પોલીસ સમક્ષ લખાવાયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer