દુષ્કર્મના આરોપીને કડક સજા આપવા માંગ

ભુજ, તા. 3 : ભચાઉના યશોદાધામમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે ત્યારે ઝડપાયેલા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક ન્યાય મળે તેવી માંગ મુસ્લિમ અગ્રણીઓ હાજી જુમ્મા રાયમા, મહંમદ આગરિયા, નૂરમામદ રાયમા, ઇકબાલ મંધરા, સાદિક રાયમા સહિતના આગેવાનોએ કરી સમગ્ર પોલીસની ટીમને આ કેસ ઉકેલવા બદલ અભિનંદન પાઠવ્યાનું ઇત્તેહાદ્દુલ મુસલેમિન હિન્દ સંસ્થાએ જણાવ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer