ભોજરડોમાં ગૌચર જમીનને દબાણમુક્ત કરવા માંગ

ભુજ, તા. 3 : તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલ ભોજરડોમાં ગૌચર જમીનને દબાણમુક્ત કરવા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે. મીરમામદ અમીમામદ કોરાર સહિતે કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે અંજાર તાલુકાના મેઘપરના કોરારવાંઢના અમુક લોકો ચરિયાણ જમીનમાં ગેરકાયદે ખેતીરૂપી દબાણ કરી રહ્યા છે. આ ઉપરાંત વાડારૂપી દબાણો પણ મોટાપાયે થયેલાં છે જે દૂર કરવાની માંગ કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer