મુંદરા પાસે કંપનીમાં પરપ્રાંતીય કામદાર યુવાને ગળેફાંસો ખાધો

ભુજ, તા. 3 : મુંદરા નગર નજીક અદાણી બંદર તરફ જતા માર્ગ ઉપર કાર્યરત વિલમાર કંપનીમાં કામદાર મૂળ ઉત્તરપ્રદેશના સંદીપ નંદલાલ ગૌતમ (ઉ.વ.24)એ ગળેફાંસો ખાઇ લઇને કોઇ કારણોસર આપઘાત કર્યો હતો.પોલીસ સૂત્રોએ ગઇકાલે બનેલી આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મરનાર યુવાન કંપનીમાં યુનિટ-2 ખાતે કામ કરતો હતો. આ દરમ્યાન ગઇકાલે તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. મરનારે કયા કારણે આત્મહત્યા કરી તેના કારણો હજુ સ્પષ્ટ થયા નથી. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer