માધાપરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જણ ઝડપી પડાયા

ભુજ, તા. 3 : તાલુકાના માધાપર ગામે સ્થાનિક બી. ડિવિઝન પોલીસે દરોડો પાડીને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ ખેલીને રૂા. 17,300ની રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમની સામે  ગુનો દાખલ કર્યો હતો. માધાપર ગામે નવાવાસ ખાતેના રબારીવાસ પાસે નિલકંઠ ચોક નજીક ગઇકાલે આ દરોડો પડાયો હતો. આ વિશે વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા તહોમતદારમાં દેવજી રામજી પીઠડિયા, પ્રવીણ ગણેશ આહીર, વિશાલ જેઠાલાલ સોની, રતનજી સુંદરજી ભાનુશાલી અને દિલીપ લાલજી માતાનો સમાવેશ થાય છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer