વડાપ્રધાનને પત્રમાં અલગ કચ્છ રાજ્યની રાજમોભી દ્વારા માગણી

વડાપ્રધાનને પત્રમાં અલગ કચ્છ રાજ્યની રાજમોભી દ્વારા માગણી
ભુજ, તા. 2 : કચ્છી નવા વરસની શુભેચ્છાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આપ-લેની પ્રક્રિયા દરમ્યાન કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાએ વધુ એકવાર અલગ કચ્છ રાજ્યની માગણી કરી હતી. કચ્છીઓને નવા વરસ `આષાઢી બીજ'ની શુભેચ્છા પાઠવવા માટે સમય ફાળવવા બદલ વડાપ્રધાનનો આભાર માનતાં કચ્છના મોભીએ હસ્તકલા, સંસ્કૃતિ, જીવનશૈલી, ભાષા સહિતના પાસાઓ પર નજર કરીએ તો આગવી અને અનોખી તાસીર ધરાવતા કચ્છમાં અલગ રાજ્યનો દરજ્જો મેળવવાની પાત્રતા દેખાય છે. વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં પ્રાગમલજી ત્રીજાએ જણાવ્યું હતું કે, દેશમાં દિલ્હી, ગોવા અને અન્ય ઘણા એવા રાજ્યો છે, જે વિસ્તારની દૃષ્ટિએ કચ્છ કરતાં નાનું કદ ધરાવે છે.તેમણે ઉમેર્યું હતું કે, 1960માં ગુજરાત સાથે જોડાણ વખતે કચ્છના નક્શાની પુન: રચના કરવા પહેલાં અમારો સંપર્ક કરીને ચર્ચા, વિચારણા કરાશે તેવું ત્યારની સરકારે આપેલું વચન પાળ્યું નહોતું. ભૂકંપ વખતે સરકાર,  સંસ્થાઓનો સાથ સહકાર જરૂર મળ્યો, પરંતુ ભયાનક આફત સામે આત્મબળ સાથે પણ લડીને કચ્છ બેઠું થયું છે, ત્યારે આ પ્રદેશને અલગ રાજ્યોનો દરજ્જો મળવો યોગ્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer