લખપત તા.માં આરોગ્ય સુવિધાઓ વિકસાવાશે

લખપત તા.માં આરોગ્ય સુવિધાઓ વિકસાવાશે
દયાપર (તા. લખપત), તા. 2 : તાલુકાના મુખ્યમથક દયાપર ખાતે તાલુકા પંચાયત હોલમાં વિકાસશીલ લખપત અંગેની બેઠક પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં લખપત તાલુકાના વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે આયોજન બનાવવા નિર્ધાર કરાયો હતો. દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સ-રે મશિન, લેબ. હોવા છતાં તેના ટેકનીશિયન ન હોતાં આ સાધનો ધૂળ?ખાઇ રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીએ સા.આ. કેન્દ્રના તબીબ?ડો. લોદ્રાને મશિનના તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરી મશિનોને કાર્યરત કરાવવા સૂચના આપી હતી. દયાપરમાં સોનોગ્રાફી તેમજ વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓની ખૂટતી કડીઓ અંગે માહિતી મેળવી હતી. તાલુકામાં આંગણવાડીના અમુક મકાનો જર્જરિત થયા છે કે સુવિધાવિહોણા છે તેની માહિતી માર્ગ-મકાન વિભાગને મરંમત કાર્ય માટે ખર્ચ અંદાજ કાઢવા સૂચના અપાઇ હતી. આંગણવાડીમાં બાળકોના વજન કરવાના વજનકાંટા ડિજીટલ આવી ગયા છે, જે આંગણવાડી કાર્યકરોને સેટિંગ કરતાં ન આવડતું હોવાથી મુશ્કેલી પડી રહી હોવાનું આંગણવાડી મહિલા અધિકારીએ રજૂઆત કરી હતી. આ અંગે પણ નોંધ લેવાઇ હતી.  તાલુકામાં પ્રા.?શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના શેડ બનાવવાના બાકી છે તેની માહિતી પણ મેળવી માર્ગ-મકાન વિભાગ દ્વારા એસ્ટીમેટ બનાવવા જણાવાયું હતું. રસ્તા મકાન બાંધકામ વિભાગ (રાજ્ય)ના નાયબ ઇજનેરોએ રસ્તાઓની માહિતી આપી હતી. સ્વચ્છતા અભિયાન વિશે દયાપર ગ્રા. પંચાયતને સમગ્ર ગામ અને ખાસ હાઇવે રોડની આસપાસ તેમજ બસ સ્ટેશન પાસે પૂરતી સફાઇ?માટે અનુરોધ કરાયો હતો. દયાપર સરપંચ ભવાનભાઇ પટેલ, તલાટી મંત્રીએ વિગતો આપી હતી. વેપારી મંડળના પ્રમુખ વિશ્વનાથ જોશી, સરપંચ સંગઠનના પ્રમુખ નીતિનભાઇ રૂડાણી, રામ ઠક્કર, દિલીપ જણસારી, વિનોદ ગોરે વિવિધ સૂચનો કર્યા હતા. તાલુકા પંચાયત કચેરી સંકુલના બહારની બાજુએ થતાં કચરા અંગે ગ્રામ પંચાયતને કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. શનિ-રવિવારે ખુદ પ્રાંત અધિકારી દયાપરની સ્વચ્છતા અંગે જાત નિરીક્ષણ કરશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer