ગાંધીધામ સંકુલના પચ્ચીસ તબીબ `થેંક યુ ડોક્ટર્સ'' હેઠળ સન્માનાયા

ગાંધીધામ સંકુલના પચ્ચીસ તબીબ `થેંક યુ ડોક્ટર્સ'' હેઠળ સન્માનાયા
ગાંધીધામ, તા. 2 : આ સંકુલમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિંગ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ ડોક્ટર્સ ડેના ઉપલક્ષમાં ગાંધીધામ, આદિપુર, અંજારના ડોક્ટરોનું સન્માન કરવા માટે કાર્યક્રમ `થેંક યુ ડોક્ટર્સ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંકુલના 25 ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે યોજાયેલા `થેંક યુ ડોક્ટર્સ'માં ગાંધીધામ, આદિપુર, અંજાર સંકુલના વિવિધ ડોક્ટરોને આમંત્રિત કરી તેમનું સન્માન કરી તેમના દ્વારા સ્વાસ્થ્યક્ષેત્રે થતી કામગીરીને બિરદાવવામાં આવી હતી. હાલમાં જ્યારે કોરોના મહામારી સમગ્ર દેશમાં ફેલાયેલી છે ત્યારે પોતાના સ્વાસ્થ્યના જોખમે પણ ડોક્ટરો લોકોના સ્વાસ્થ્યને લગતી કામગીરી કરી રહ્યા છે જે બિરદાવવાલાયક છે તેવું જણાવાયું હતું.  સંકુલના ડો. શ્રીવાસ્તવ, ડો. શ્યામસુંદર, ડો. મહાદેવભાઈ પટેલ, ડો. વીરેન્દ્ર ઝોટા, ડો. સુતરિયા, ડો. ભાવિક ખત્રી, ડો. અંજુરાની, ડો. મૌલિક પટેલ, ડો. સિન્હા, ડો. ગણપત, ડો. મિતેશ મોદી, ડો. રવિ પરમાર, ડો. કિશનકુમાર, ડો. મોહિત ખત્રી, ડો. મોહનીશ ખત્રી, ડો. જતિન પટેલ, ડો. પૂજા પરીખ, ડો. કમલા પરીહાર, ડો. પાયલ કલયાની, ડો. ધવલ આહીર, ડો. પરેશ મેસુરાની, ડો. પાર્થ ઠક્કર, ડો. અલ્પેશ સોરઠિયા, ડો. મીતા પટેલ, ડો. ભાવિન ઠક્કર વગેરે 25 ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો. નિકુંજ બલદાણિયા, ડો. સુતરિયા, ડો. શ્રીવાસ્તવનો સહયોગ સાંપડયો હતો. ગ્રુપના પ્રમુખ અસ્મિતા બલદાનિયા, ઉપપ્રમુખ મનીષા વોરા, મંત્રી નમ્રતા ઈસરાની, ખજાનચી મીનાક્ષી ત્યાગી, પ્રોજેક્ટપર્સન રતન સીજુ, છાયા ચૌહાણ, અમન મહેતા, સારિકા સંજોટ, પ્રિયા બોન્ડે વગેરેએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer