ગાંધીધામ પાલિકા દ્વારા પાંચ દબાણો હટાવાયાં : અન્યને તાકીદ

ગાંધીધામ પાલિકા દ્વારા પાંચ દબાણો હટાવાયાં : અન્યને તાકીદ
ગાંધીધામ,તા.2 :શહેરના સેક્ટર-5 વિસ્તારમાં  વિકાસનાં કામોને અવરોધરૂપ  દબાણ ઉપર પાલિકાએ તવાઈ બોલાવી આ  દબાણો દૂર કર્યાં હતાં. આ ઉપરાંત સેક્ટર-6માં પાલિકા દ્વારા કેબિનરૂપી અતિક્રમણો સ્વેચ્છાએ દૂ‰ર કરવા તાકીદ કરાઈ હતી. આ સંકુલમાં  છેલ્લા લાંબા સમયથી દબાણની સમસ્યા વકરી છે. આ અંગે અનેક  ફરિયાદો વચ્ચે  સુધરાઈ દ્વારા સેક્ટર-5 વિસ્તારમાં નવી ગટરલાઈનને નડતરરૂપ અંદાજિત 5 કેબિનોને હટાવવામાં આવી હતી. તેમજ સેકટર-6માં  ગણેશનગર ચોકમાં  પેવર બ્લોકનું કામ કરવાનું હોવાથી  આ વિકાસનાં કામોને નડતરરૂપ 30 જેટલી કેબિનોને સ્વેચ્છાએ હટી જવા  સૂચના અપાઈ હતી. જો પાલિકા દ્વારા   વિધિવત રીતે કાલે સવારથી આ દબાણકારોને નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું સંકળાયેલા અધિકારી વર્તુળોએ કહ્યું હતું.  સેક્ટર-5માં કોટેશ્વર બંગલાથી સપનાનગર કિડાણા માર્ગમાં નડતરરૂપ વીજ થાંભલા, વીજ ટ્રાન્સફોર્મર તમામને તાત્કાલિક ધોરણે હટાવવા નગરપાલિકા દ્વારા પીજીવીસીએલને પત્ર લખી અનુરોધ કરાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer