અંજારમાં 100 પરિવારોને અનાજની કિટનું વિતરણ

અંજારમાં 100 પરિવારોને અનાજની કિટનું વિતરણ
અંજાર, તા. 2 : છેલ્લા 60 માસથી અહીંના રઘુનાથજી મંદિરેથી દર માસની પહેલી તારીખે સવારે 9થી 10 વાગ્યા સુધીમાં જલારામ સત્સંગ મંડળ તથા રઘુવંશી ક્રાંતિવીર મેઘજી શેઠ પરિવાર તેમજ અન્ય દાતાઓના સહકારથી નિરાધાર, અપંગ, વૃદ્ધો તથા જરૂરિયાતમંદ વિધવા બહેનોને વિનામૂલ્ય રાશનકિટનું વિતરણ કરવામાં આવે છે. સરકારના નિયમાનુસાર હાલમાં સામાજિક અંતર, માસ્ક પહેરીને તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે. 10 લાભાર્થીઓને અઢારેક જીવન જરૂરી ખાદ્ય સામગ્રીનું વિતરણ નાત-જાતના ભેદભાવ વગર કરવામાં આવ્યું હતું. લોહાણા સમાજના મહિલા અગ્રણી પુષ્પાબેન પલણના હસ્તે દીપપ્રાગટય કર્યા બાદ સમાજના તથા શહેરના વરિષ્ઠો દ્વારા રાશન કિટ અપાઈ હતી. જીવન જરૂરી ખાદ્ય સામગ્રીના દાતાઓ ચમનલાલ પલણ, મધુભાઈ દૈયા, વસંતભાઈ ઠાકર, સ્વ. કાંતાબેન કેશવજી ટાંક પરિવાર (હ. પુત્રો), ઠા. છોટાલાલ દામજી, ડાયાલાલ ચંદે, ચત્રભુજ ઉદવાણી, જયાબેન ગણાત્રા તથા પ્રવીણભાઈ કારિયા વગેરે સહયોગી રહ્યા હતા. કાયમી આર્થિક દાત પણ સહયોગી રહ્યા હતા. સંચાલક ભગવાનજી ગંધા, મહેશભાઈ દાવડા, તરુણ કોડરાણી, અજિત કોડરાણી, ભરત ચંદે, વિશાલ કારિયા, જયદીપ ઉદવાણી, વિઠ્ઠલદાસ ... ઠક્કર, દિનેશભાઈ પાદરાઈ વગેરે સહયોગી રહ્યા હતા. આભારવિધિ વિઠ્ઠલદાસ કોડરાણીએ ખૂબ જ સરાહના સાથે કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer