જાપાનના રોકાણકારો કચ્છ આવે તેવી શક્યતા

ભુજ, તા. 2 : કોરોના મહામારી અને પાડોશી રાષ્ટ્ર ચીન સાથે વિશ્વના અનેક દેશોના કોરોનાના મુદ્દે વણસતા જતા સંબંધોને કારણે આવનારા દિવસોમાં ભારતમાં અન્ય રાષ્ટ્રો સહિતના નવા મહાકાય ઉદ્યોગોના આગમનની પ્રબળ સંભાવના પારખી પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ?મહેતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ?મોદી તેમજ વિવિધ?દેશોની એમ્બેસીના વડાઓને કચ્છને પસંદગી આપવા, કચ્છમાં નવા ઉદ્યોગો માટેની વિવિધ?સુવિધાઓની વિસ્તૃત માહિતી સાથે પત્રો પાઠવ્યા હતા.જાપાન ખાતેના ભારતીય દૂતાવાસના સંજયકુમાર વર્માએ ત્વરિત પ્રત્યુત્તર પાઠવી, જાપાનના રોકાણકારોને કચ્છમાં ઉદ્યોગો સ્થાપવા સલાહ આપી હતી અને હવે કેન્દ્ર સરકારે પણ કચ્છને અગ્રતા માટે વ્યાપક આયોજન સાથે અમલની દિશામાં કાર્યવાહી આરંભી છે. કચ્છ જિલ્લાની 5474.23 હેક્ટર ઔદ્યોગિક જમીન વિસ્તારના12 જેટલી ઔદ્યોગિક વસાહતો `જમીન બેંક સિસ્ટમ' પર મેપ કરવામાં આવી છે. જાપાનની ઇલેક્ટ્રીકલ સિસ્ટમ ડિઝાઇન્ડ એન્ડ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા ભારતમાં સંભવિત રોકાણ કરવા ઇચ્છુક છે ત્યારે ટોક્યો સ્થિત ભારતની એમ્બેસી દ્વારા ગુજરાતમાં રોકાણ કરવાના સંભવિત સ્થાન પૈકી કચ્છ જિલ્લામાં ફાર્માસ્યુટિકલ અને કાપડ ઉદ્યોગ માટે ઉપલબ્ધ જમીનની માહિતી રજૂ કરવામાં આવી હતી. કચ્છમાં ફાર્માસ્યુટિકલ અને કાપડ?ઉદ્યોગ માટે અનુકૂળ જમીન ઉપલબ્ધની માહિતી રજૂ કરી કચ્છ જિલ્લાને જીઆઇએસ આધારિત લેન્ડ બેંક સિસ્ટમમાં પણ?સામેલ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રયાસો જોતાં સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન શ્રી મોદી કચ્છમાં નવા મહાકાય ઉદ્યોગો સ્થપાય તે માટે વિશેષ અને અંગત રસ લઇ રહ્યા છે તેવું તેમણે એક યાદીમાં જણાવ્યું હતું.  વડાપ્રધાન શ્રી મોદીએ શ્રી મહેતા દ્વારા તાજેતરમાં પાઠવવામાં આવેલા અહેવાલ અને રજૂઆતને ધ્યાને લઇ ત્વરિત પગલાં ભર્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા વેબસાઇટ અને વેબિનારમાં કચ્છમાં ઉદ્યોગ માટેની સુવિધા અને તકો અંગે થતા મોટા પ્રમાણમાં પ્રચારને જોતાં કચ્છમાં મોટા ઉદ્યોગો આવવાની સંભાવના વધુ પ્રબળ બની છે. આ અંગે શ્રી મહેતાએ જણાવ્યું હતું કે, વિદેશના રોકાણકારોને કેન્દ્ર સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા કચ્છને સ્થાન અપાયું છે તે જોતાં અમેરિકા સહિતના સમૃદ્ધ રાષ્ટ્ર પોતાના ચીન ખાતેના ઔદ્યોગિક એકમોને અન્યત્ર સ્થળાંતર કરવા વિચારી રહ્યા છે જેમાં મોટાભાગે સૌની મીટ ભારત તરફ?છે. તેમાંના કેટલાક ઉદ્યોગો કચ્છ આવે તેવી સંભાવના છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer