ભુજનો યુવાન 29 બાટલી દારૂ સાથે પકડાયો : સાગરિત પલાયન : સપ્લાયર સ્થાનિકનો

ભુજ, તા. 2 : શહેરમાં કેમ્પ વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક બી. ડિવિઝન પોલીસે રૂા. 10,150ની કિંમતની શરાબની 29 બાટલી સાથે સાજિદ સતાર નોડે નામના યુવકની ધરપકડ કરી હતી. સત્તાવાર સાધનોએ આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે,આ પ્રકરણમાં સહઆરોપી ભુજનો રિઝવાન રમજુ ઓઢેજા હાથમાં આવ્યો ન હતો. તો શરાબનો આ જથ્થો ભુજના કુલદીપાસિંહ ઝાલા પાસેથી આવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યા બાદ પોલીસે આ ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ ફોન પણ કબ્જે કરાયો હતો. સહાયક ફોજદાર પંકજ કુશવાહને મળેલી બાતમીના આધારે ઇન્સ્પેક્ટર એસ.બી. વસાવાની રાહબરીમાં આ દરોડો પડાયો હતો, તેમ પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer