મોટા બંદરા નદીકાંઠે શિખરબંધ મંદિર બનાવવા પ્રયાસો શરૂ

મોટા બંદરા નદીકાંઠે શિખરબંધ મંદિર બનાવવા પ્રયાસો શરૂ
કોટડા (ચકાર), તા. 1 : ભુજ તાલુકાના છેવાડાના ગામ એવા મોટા બંદરાના પાદરમાં વહેતી ભૂખી નદી મોટા બંદરા જે ખેંગારસાગર પણ તેના સીમાડે આવે છે તે નદીના કાંઠે ગામના ઝાંપે આવેલા પૌરાણિક સદીઓ જૂનું ભૂતેશ્વર મહાદેવ મંદિર જે અતિ જૂનું હતું તેને ગામના ખેડૂત ભાવિકોએ શિખરબંધ મહાદેવનું મંદિર ઊભું કરવા કમર કસી છે. ભૂખી નદી પરથી અંદાજે 40 ફૂટ પ્લેટ ભરી પથ્થર કલાના નિષ્ણાત સોમપુરાબંધુઓના સહયોગથી માત્ર ગામના ખેડૂતોના સહયોગથી મંદિરનું નવનિર્માણ કામ સતત લોકડાઉન વચ્ચે તેના નિયમોના પાલન સાથે થઇ રહ્યું છે. આ પંથકમાં હર હર મહાદેવ ભૂતેશ્વરનાથમાં ભાવિકો ભારે આસ્થા ધરાવે છે. તસવીર-હેવાલ : ફકીરમામદ ચાકી 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer