નંદાસર પુલનું કામ પૂર્ણ થતાં કેનાલમાં નર્મદાનાં પાણી શરૂ

નંદાસર પુલનું કામ પૂર્ણ થતાં કેનાલમાં નર્મદાનાં પાણી શરૂ
રાપર, તા. 1 : તાલુકાના નંદાસર પાસેથી પસાર થતા પુલના કામના લીધે સુવઇ, રામવાવ, ખારોઇ, ભચાઉ અને ટપ્પર ડેમમાં પાણીની બૂમ ઊઠી હતી. દરમ્યાન આજે માંડવીના ધારાસભ્ય અને વાગડના આગેવાનોની હાજરીમાં કેનાલનું પાણી છોડવામાં આવતાં તેના વધામણાં કરાયા હતાં. નંદાસર પુલ પર આર.સી.સી. કામ પૂર્ણ થયા બાદ આજે બપોરના સમયે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, એકલ મંદિરના મહંત દેવનાથબાપુ, ભચાઉ તા.પં. પ્રમુખ ભરતસિંહજી, વાઘજીભાઇ આહીર, નસાભાઇ રાજપૂત, કેશુભા વાઘેલા, રામજીભાઇ કોલી, રાપર તા.પં.ના ઉપપ્રમુખ હમીરજી સોઢા, ડોલરરાય ગોર, રશ્મિન દોશી, કમલસિંહ સોઢા તેમજ નર્મદા વિભાગના અધિકારીઓની હાજરીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી અત્યાર સુધી બંધ હોવાથી ભચાઉ, રાપર, ગાંધીધામ વિસ્તારના લોકો-પશુપાલકોને પડેલી મુશ્કેલીનો આજે અહીં અંત આવ્યો હતો. કામમાં પ્રગતિ આણવા રાજ્ય-મંડળ વાસણભાઇ આહીર અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer