અંજારના દેવળિયા નજીકથી પોલીસે 9 ખેલીઓને જુગાર રમતા ઝડપી પાડયા

અંજારના દેવળિયા નજીકથી પોલીસે 9 ખેલીઓને જુગાર રમતા ઝડપી પાડયા
ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના દેવળિયા નજીક આવેલ એક ડુંગર ઉપર બાવળોની ઝાડીમાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂા. 93,000 જપ્ત કર્યા હતા. પોલીસની આ કાર્યવાહી દરમ્યાન મુખ્ય સૂત્રધાર હાથમાં આવ્યો ન  હતો. સ્થાનિક ગુનાશોધક શાખા અંજારના વીડી બાજુ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન વીડીથી દેવળિયા જતાં માર્ગ નજીક સંધ્યાગિરિ આશ્રમ ગેબીગિરનારી આશ્રમ જય ગિરનારી ટેકરી તરફ જવાના લાલ રંગથી લખેલા બોર્ડથી થોડે દૂર ડુંગર ઉપર જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. દરમ્યાન આ ટીમએ ત્યાં છાપો મારતાં ડુંગર ઉપર આવેલી બાવળની ઝાડીમાં અમુક શખ્સો ગોળ કુંડાળું વાળી ધાણીપાસા વડે જુગટું ખેલતા હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન સુનીલ લીલારામ હેમનાણી (રહે. સાધુ વાસવાણી કુંજ, આદિપુર), તરુણ ધનરાજ રતવાણી (રહે. ઓમ રેસિડેન્સી મેઘપર બોરીચી), દીપક અમૃતલાલ સોની (રહે. નવા અંજાર), પ્રકાશ અર્જુનદાસ ગુલવાણી (સોની) (રહે. સિંધુવર્ષા સોસાયટી આદિપુર), દિલીપ શાંતિલાલ સોની (રહે. અભિષેક એપાર્ટમેન્ટ-આદિપુર), ગુલામ હુસેન કરીમશા શેખ (રહે. અંજાર), હરેશ લાલચંદ ઉતવાણી (સિન્ધી) (રહે. સિન્ધુવર્ષા સોસાયટી-આદિપુર), અજીજ ઉર્ફે અજીયો મામદ કુરેશી (રહે. અંજાર) અને અબ્બાસ ઈબ્રાહિમ શેખ (રહે. અંજાર) નામના શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. જ્યારે આરોપીઓને જુગાર રમાડવા અહીં લઈ આવનાર મુખ્ય સૂત્રધાર હુસેનશા નૂરશા શેખ (રહે. શેખટીંબો-અંજાર) નામનો ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 93,000 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 1,10,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer