નખત્રાણામાં પોલીસે માસ્ક વિનાના લોકોને દંડ ફટકારી, માસ્ક આપ્યાં

નખત્રાણામાં પોલીસે માસ્ક વિનાના લોકોને દંડ ફટકારી, માસ્ક આપ્યાં
નખત્રાણા, તા. 1 : જુલાઇ માસના પ્રારંભે કોરોના મહામારી સામે અનલોક-ટુની શરૂઆત સાથે જ નગરમાં માસ્ક ન પહેરતા લોકો સાથે પોલીસે કડક વલણ અપનાવી માસ્ક વગરના લોકોને દંડ સાથે માસ્ક આપ્યાં હતાં અને દંડના ફફડાટના પગલે લોકોએ `મોં' ઢાંક્યાં હતાં. નખત્રાણામાં પોલીસ દ્વારા આજે નગરના મુખ્ય માર્ગ પર માસ્ક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. માસ્ક વગરના લોકો પાસેથી 200 રૂા. દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેના કારણે ફટાફટ માસ્ક અથવા રૂમાલ વડે પોતાનો અર્ધ ચહેરો ઢાંકવાની ફરજ પડી હતી. ગઇકાલે પ્રધાનમંત્રીએ  પોતાના પ્રવચનમાં લોકો માસ્ક ન પહેરવાની સાથે લાપરવાહી વર્તે છે, તે જોખમી છે. સાથે સેનિટાઇઝીંગ, સામાજિક અંતર રાખવા જણાવ્યું હતું. આજે નગરમાં માસ્ક ઝુંબેશ પી.આઇ. જે. કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ રામભાઇ ગઢવી, નિકુંજભાઇ સાથે રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer