પોલીસ પર હુમલો કરનારા તત્ત્વો સામે કડક પગલાં લ્યો

પોલીસ પર હુમલો કરનારા તત્ત્વો સામે કડક પગલાં લ્યો
ભુજ, તા. 1 : ખાવડા પાસેના જુણા ડુંગર વિસ્તારમાં ખનિજચોરી પકડવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર કરવામાં આવેલા હુમલાના બનાવને હિન્દુ વિચાર મંચ કચ્છના પ્રતિનિધિઓએ વખોડીને હુમલો કરનારા સામે કડક પગલાં ભરવાની માગણી કરાઇ હતી. કચ્છના કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, પોલીસ પાર્ટીને અભિનંદન આપવાના રહે કે તેમણે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા તત્ત્વો વિરુદ્ધ હિંમતપૂર્વક બાથ ભીડી અને ગુનાખોરી ડામવા પગલાં ભરેલ છે. હાલની પરિસ્થિતિમાં આવા હિંમતભર્યા પગલાંને વખાણવા જેવું છે. ગેરકાયદેસર કૃત્ય કરતા લોકો દ્વારા પોલીસ પાર્ટી પર હુમલો કરાયાનો બનાવ નિંદનીય હોઇ જે વિસ્તારમાં આ કૃત્ય થયું છે તે દેશની સલામતી અને આર્થિક સદ્ધરતા વિરોધનો છે. ગુનાખોરી ડામવા જે પગલાં લેવાતાં હોય તેમાં અંતરાય કરવો કે હુમલો કરવો એ રાજદ્રોહ અને દેશદ્રોહ સમાન છે. કચ્છના આ વિસ્તારમાં જ્યારે વિકાસ થવાનો છે અને ઘડુલી-સાંતલપુર માર્ગ પૂર્ણ?થવાને આરે છે ત્યારે આવું કાર્ય વિકાસ અને દેશવિરોધી છે. પોલીસ એ સમાજ અને કાયદાના રક્ષક છે. તેમના પર હુમલો એ દેશની વ્યવસ્થા અને કાયદા પર હુમલા સમાન છે. આવું કૃત્ય કરનારા સામે ધાક બેસે તેવા પગલાં લેવાની તાતી જરૂરિયાત છે. જો ગુનાખોરોની આવી પ્રવૃત્તિ ચાલુ રહે તો દેશને નુકસાન થાય તેમ છે. તેથી તાત્કાલિક અસરથી પગલાં લઇ સમાજમાં ગુનાખોરી ડામી દેવાય તે ઇચ્છનીય છે. પોલીસ કાર્યવાહી અને ટીમ પર હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરના પગલાં ભરી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ કરવાની હિંમત ના થાય તેવી દાખલારૂપ કાર્યવાહી કરવા માગણી કરી હતી. મંચના સદસ્યો કિશોરદાસજી (મહંત-કબીર મંદિર), હંસરાજભાઇ?ધોળુ (પ્રમુખ-ઉમિયા માતાજી સંસ્થાન, દેશલપર), કિરણભાઇ?ગણાત્રા (ધારાશાત્રી), મનોજભાઇ સોલંકી (રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા), કમલકાંતભાઇ મહેતા (ટેક્સ કન્સલ્ટન્ટ), અખિલેશભાઈ અંતાણી (ભુજ), નારણભાઇ વેલાણી (પ્રાંત સેવા પ્રમુખ), જાદવજીભાઇ ગોરસિયા (ટ્રસ્ટી-સ્વામિનારાયણ મંદિર) વગેરે આ સમયે હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer