કચ્છનું આત્મનિર્ભર ગામ બન્યું અંજારનું ખંભરા

કચ્છનું આત્મનિર્ભર ગામ બન્યું અંજારનું ખંભરા
કુલદીપ દવે દ્વારા-  ગાંધીધામ,તા.1: કોરોના મહામારીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રત્યેક વ્યકિતને  આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી.તેવામાં અંજાર તાલુકાના ખંભરા ગામે  સી.સી.ટી.વી કેમેરા, ઓનલાઈન  પાણી વ્યવસ્થા, એ.ટી.એમ. કાર્ડ આધારીત આર.ઓ  પ્લાન્ટ   સહિતની આધુનિક સુવિધા તથા સજજતા સાથે આત્મનિર્ભર થવાની દિશામાં ડગ માંડયા છે. આ ગામમાં વર્ષો બાદ દીવાબત્તી લાઈટ આવતાં ગ્રામજનોએ આનંદની લાગણી વ્યકત કરી હતી.  અંદાજીત  5 હજારની વસ્તી ધરાવતા ખંભરા ગામે અવનવી ટેકનોલોજી ઉપયોગ કરી વિકાસની નવી  કેડી કંડારી છે. ગામમાં થયેલા વિકાસ ઉપર નજર કરીએ તો અત્રે પાણી વ્યવસ્થા  સંપૂર્ણ ઓનલાઈન બનાવાઈ છે.ગામના પાણીના ટાંકા ભરવાની મોટર ગામના સરપંચના સ્માર્ટફોનથી સંચાલિત છે. આ સ્માર્ટફોનના  માધ્યમથી એક ચોકકસ નંબર ઉપર ફોન  કરી મોટર ચાલુ-બંધ થાય છે. મોટરમાં  ખામી સર્જાય તો તેની  માહિતી  મળી રહી છે. આ ઉપરાંત એસ.એમ.એસ.ના માધ્યમથી વિગતો  પ્રાપ્ત થાય છે. જો ટાંકામાં પાણી છલકાય તો તે પાણી ગામના તળાવામાં ઠાલવી જળસંચયની વ્યવસ્થા કરાઈ છે. વેલસ્પન ફાઉન્ડેશનના સહયોગથી ગામમાં અદ્યતન  એ.ટી.એમ. સંચાલિત આર.ઓ. પ્લાન્ટ મુકાયો છે. જેમાં માત્ર પાંચ રૂપિયામાં ગ્રામજનો પાણી મેળવી શકે છે. ગામની ઓળખસમા તળાવના વિકાસ અર્થે  અહીં લાઈટો, 60 બાંકડા અને વૃક્ષારોપણ અને બાળકો માટે બગીચો બનાવાતાં ગ્રામજનો માટે હરવા ફરવાનું સ્થળ વિકસ્યું છે. જેમાં દાતાઓનો પણ સહકાર સાંપડયો છે.તળાવની ફરતે આવેલા વૃક્ષોને એક વાલ્વ ખોલવાથી પાણી મળી રહે છે. મોટા-મોટા શહેરોના વિકાસને ઝાંખો પાડે તેવા નાનકડા એવાં ગામડામાં  660 લાઈટો, અત્યાધુનિક 66 સી.સી.ટી.વી કેમેરા જેને સ્માર્ટફોનમાં પણ નિહાળી શકાય, ગ્રામજનોને જરૂરી સંદેશા આપવા અર્થે  જુદા-જુદા સ્થળે 34 સ્પીકર મુકાયા છે. તમામ સ્થળોએ ગટરની સુવિધા શકય છે તેમજ રસ્તાઓના કામ  70 ટકા પૂર્ણ થયા છે. અહીં હિન્દુ બાળ સ્મશાન, હિન્દુ સ્માશન,મુસ્લિમ કબ્રસ્તાન સાથે તમામ સમાજના લોકો માટે અલાયદી બ્રાઉન્ડ્રી  સાથે સ્મશાન બન્યા છે. ગામના સુકાની દ્વારા કસરત પ્રેમીવર્ગ માટે વિનામૂલ્યે  જીમ પણ ઉભું કરાયું છે. ગામના વિકાસ અંગે ખુશી વ્યકત કરતાં ઓસમાણ હુસેન કુંભારે  કહ્યંy હતું કે અમારા ગામમાં  રોડ લાઈટ ન હોવાથી અનેક પ્રકારની  મુશ્કેલી પડતી  હતી .પરંતુ હવે લાઈટો આવી જતાં  મહિલાઓ અને યુવતીઓ નિ:સંકોચ  અવરજવર કરી શકે છે. કેમેરા આવી જતાં  ચોરીનો  પણ ભય ઓછો થયો છે. ખાનગી કંપનીમાં નોકરીએ જતા સુંઢા નારણભાઈએ વાતચીતમાં કહ્યંy હતું કે  ગામમાં જીમ છે તેમ  કહેવાથી અનેક લોકો વિચારમાં પડી જાય છે.  શારીરિક વિકાસ માટે આ જીમ ખૂબ ઉપયોગી બન્યું છે. ગામના યુવાઓ ધીમે-ધીમે  આ પ્રવૃત્તિ  સાથે જોડાઈ રહ્યા છે. આ માટે  પૂરતો ડાયટ પ્લાને પાળીએ છીએ.ગામમાં તળાવનો વિકાસ થવાથી ગામના લોકો માટે હરવા -ફરવા માટેનું  એક સ્થળ મળ્યું છે. સી.સી.ટી.વી. કેમેરામાં આવી જવાની બીકે    અસામાજિક તત્વો ડરી રહ્યા છે. જેથી અસામાજિક  પ્રવૃત્તિઓ બંધ થઈ છે તેવું હિમંતભાઈ પટેલે કહ્યંy  હતું.  વધુમાં તેમણે કહ્યંy હતું ગામમાં  બેન્કની સુવિધા  ઉપલબ્ધ  થાય તો આજુ-બાજુના  ગામના રાહત થાય તેવું  તેમણે ઉમેર્યું હતું. ગામના સરપંચે ગામનો શહેર જેવો  વિકાસ કરવા માટે કેટલીક જગ્યાએ પોતાના નાણાં નાખવા સાથે ગામના દાતાઓના પણ સહયોગ લીધો છે જેને કારણે વિકાસ શકય બન્યો છે તેવું ગ્રામજનોએ કહ્યું હતું. ખંભરાના સરપંચ અઝીઝભાઈ ઈબ્રાહીમ જતે ભાવિ આયોજન સંદર્ભે  કચ્છમિત્ર સાથે  વાતચીત કરતાં કહ્યુંy હતું કે   ટૂંક સમયમાં  સમગ્ર  ગામમાં વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ થશે. વરિષ્ઠ નાગરિકો માટે ગામમાં  ઈ-રીક્ષા,ઈ-લાયબ્રેરી ,બેન્ક તથા એટીએમની સુવિધા ઉભી કરવી છે. ગામમાં ડોર ટુ ડોર કચરા  એકત્રિત કરવાની  વાહનની માંગણી સંબંધિતો  સમક્ષ કરી છે.  જો વાહન મળે   વધુ સારી રીતે સ્વચ્છતા જળવાઈ શકે. પ્રવાસનક્ષેત્રે  ખંભરા ગામનું નામ લેવાય તે માટેના તમામ પ્રકારના પ્રયાસ કરવાની  દિશામાં તૈયારી તેમણે દર્શાવી હતી. કેમેરાની સંખ્યા વધારવા, યોગ સેન્ટર, પશુપાલનને ધ્યાને રાખી અહીં ડેરી પોઈન્ટ  ખેતીક્ષેત્રે વિકાસ  માહિતી અપાતું કેન્દ્ર,આઈ.ટી. સેકટર સંલગ્ન કેન્દ્ર ઉભું કરવાની  ઈચ્છા વ્યકત કરી હતી. આર્થિક રીતે નબળા વર્ગ હોશિયાર વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે  અમારી શિક્ષણસમિતિ વાલીઓને અને વિદ્યાર્થીઓને   માર્ગદર્શન પૂરું પાડે છે. જરૂર જણાય તો તેના અભ્યાસખર્ચ  અપાવવા  માટે પણ મહેનત કરે છે  તેવું તેમણે ઉમેર્યું હતું.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer