ગાંધીધામમાં વિનામૂલ્યે દવાનું થયું વિતરણ

ગાંધીધામમાં વિનામૂલ્યે દવાનું થયું વિતરણ
ગાંધીધામ,તા.1: અહીંના ઈન્નરવ્હીલ કલબ યંગ જનરેશન ધ્વારા લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા અર્થે વિનામૂલ્યે હોમિયોપેથિક દવા વિતરણ કેમ્પ યોજાયો હતો. વર્તમાન સમયમાં  ભારત સહિત વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યંy છે.આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટેની દવા કે રસી શોધાઈ નથી. તેવા સમયમાં લોકોની રોગપ્રતિકારક શકિત જ  તેને જુદા -જુદા રોગો સામે રક્ષણ આપી શકે છે. જેને ધ્યાને રાખીને સંસ્થા ધ્વારા હોમીયોપેથિક દવા અરસેનિક અલબ્મ 30નું વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં 60થી વધારે પરિવારોને દવા અપાઈ હતી.આ ઉપરાંત લોકોને કોરોના સામે લડવા માટે પૂરતી તકેદારી  અને જાગૃતિ કેળવવા માટેની માહિતી અપાઈ હતી.ઈન્નર વ્હીલ કલબના પ્રમુખ નીતા નિહલાણીએ કહ્યંy હતું કે તેમના કાર્યકાળ વર્ષ 2019 -20માં ઈન્નરવ્હીલ કલબ યંગ જનરેશનની  સ્થાપના  કરાઈ છે. જેનો ઉદેશ  યુવા પેઢીને સેવાકીય માર્ગ તરફ વળે અને તેમના વિચારોમાં ક્રાંતિ લાવવાનો છે. કાર્યક્રમમાં  યંગ જનરેશન કલબના પ્રમુખ દિવ્યા  ગોયેલ, મંત્રી મહિમા ચારણ, રોટરી કલબના પ્રમુખ જગદીશ નાહટા, ઈન્નવ્હીલ કલબના મંત્રી સીમા સિંધવી, ઉપપ્રમુખ રાખી નાહટા, આઈ.એસ.ઓ. પૂજા ઠકકર, મીનુ ગોયલ સહિતનાએ  હાજર રહીને સહયોગ આપ્યો હતો.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer