વર્માનગરના સાસુ-વહુ સહિત ત્રણ મહિલાને કોરોના

ભુજ, તા. 1 : લખપત તાલુકાના વર્માનગર ખાતે એક જ પરિવારના સાસુ-વહુ એમ બે મહિલાને કોરોના પોઝિટિવ નીકળ્યો છે તો મેઘપર બોરીચીમાં પિતા પછી આજે પુત્રીને પણ સંક્રમણ લાગી જતાં ત્રણ કેસ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ શરૂઆતથી ભય વ્યક્ત કર્યો હતો કે જુલાઇ મહિનામાં વરસાદના આગમન સાથે ફ્લુનું પ્રમાણ આમેય સામાન્ય સંજોગોમાં રહે છે ત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી શકે છે. આ દહેશત વચ્ચે દેશમાં હજારોની સંખ્યામાં તો ગુજરાતમાં દરરોજ પાંચસોની આસપાસ નવા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. કચ્છની વાત કરીએ તો આજે જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર કરેલી અખબારી યાદીમાં નવા ત્રણ?કોરોના દર્દીઓનો ઉમેરો થયો હતો. વર્માનગરના 85 વર્ષીય વિજ્યાબેન ભટ્ટી અને તેમના પુત્રવધૂ આશાબેન ભટ્ટી ઉ.વ. 54ને કોરોના સંક્રમણ લાગ્યું હતું. બંને મહિલાઓ નજીકના સહકુટુંબી કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવતાં પોઝિટિવ નીકળ્યો હતો. એવી જ રીતે મેઘપર બોરીચીના ભગવંતભાઇ ઉપાધ્યાયને અગાઉ પોઝિટિવ આવતાં તેઓ દાખલ છે જ્યારે આજે તેમની પુત્રી શિવાની ઉપાધ્યાય ઉ.વ. 25 પણ કોરોનાનો ભોગ બન્યા હતા. કચ્છમાં કુલ આંક 167 પર પહોંચ્યો છે જ્યારે 102ને રજા અગાઉથી જ આપી દેવાઇ ચૂકી છે. એક્ટિવ કેસની સંખ્યા57 છે જ્યારે આઠ મોતનાં બનાવ બની ચૂક્યા છે. મેધપર બોરીચીના  ભગીરથ નગરમાં  રહેતા  ભગંવતભાઈ ઉપાધ્યાયને   કોરોના  પોઝિટિવ આવ્યા બાદ  તેમના પત્ની રેખાબેન ઉપાધ્યાય પણ કોરોનાનો શિકાર બન્યા હોવાની  વિગતો ગઈકાલે બહાર આવી હતી.  આજે  આ જ પરિવારની   પુત્રી  શિવાનીબેન  ઉપાધ્યાય (ઉ.વ. 25)ને તાવ અને શરદી જેવા લક્ષણો જણાતાં તેમનુ કોરોના  અંગે પરીક્ષણ કરાયું હતું જેનો  અહેવાલ આજે આવતાં તે   પણ કોરોનાથી સંક્રમિત થયા  હોવાનું  સપાટી ઉપર આવ્યું હતું. આરોગ્યતંત્રના  જાણકારોએ કહ્યુy હતું કે શિવાનીબેનને લીલાશાહ કુટિયા ખાતે સંસ્થાકીય   એકાંતવાસમાં  રાખવામાં આવ્યા હતા. તેમના લક્ષણોને  ધ્યાને રાખની તેમને અલગ રૂમમાં રાખાયા હતા, જેથી  તેમના  સંપર્કમાં  કોઈ  આવ્યું નથી.  આ પરિવારના શિવાનીબેનના ભાઈને લીલાશાહમાં  જ સંસ્થાકીય કવોરેન્ટાઈન કરાયા છે. તેમને હજુ સુધી કોઈ જ લક્ષણો  જણાયા ન હોવાનું  સૂત્રોએ ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer