વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ઉકળાટ વર્તાયો

ભુજ, તા. 1 : મંગળવારે કચ્છમાં વરસાદે ઝાપટાંરૂપે હાજરી પુરાવ્યા બાદ બુધવારે વરસાદી વિરામની સ્થિતિ જોવા મળી હતી. મહત્તમ પારામાં સામાન્ય વધઘટ વચ્ચે ઉકળાટનો દોર, સાથે 9થી 15 કિ.મી.ની સરેરાશ ઝડપે પવન પણ ફુંકાયો હતો. કંડલા પોર્ટમાં 38.1, કંડલા (એ)માં 37.9 તો ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ તરફ હવામાન વિભાગે 6 તારીખ સુધી જિલ્લામાં હળવા વરસાદની સંભાવના દેખાડી છે. આ તારીખ બાદ વધુ વિસ્તારમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વર્તારામાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer