મુંબઇમાં કચ્છી ભાનુશાલી સમાજમાં કોરોનાના 339 કેસ

કનૈયાલાલ જોશી તરફથી -  મુંબઇ, તા. 1 : મહાનગરમાં કોરોના (કોવિડ-19)નું પ્રમાણ ઘણું વધારે છે. શહેરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરચક છે. કચ્છીઓ વેપારી છે એટલે અનેકોના સંપર્કમાં આવે તેથી કચ્છીઓમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વિશેષ?દેખાયું. કચ્છી ભાનુશાલી સમાજ પણ બાકાત રહ્યો નહીં. ત્રણ મહિનાના ગાળામાં આ જ્ઞાતિમાં 339 કોરોના પોઝિટિવ કેસ થયા. કોરોનાગ્રસ્તોને ઉગારી લેવા સમાજના લોકોએ જે રીતે સંગઠિત થઇને પ્રયાસો કર્યા તેથી મૃત્યુઆંક ઘણો ઓછો રહ્યો છે. કોરોના સામેની લડાઇમાં આ સમાજે એકતા-ભાઇચારાથી કામ કર્યું જેનું સુંદર પરિણામ આવ્યું છે. કચ્છી ભાનુશાલી જ્ઞાતિમાં કોરોના સંક્રમિત 339 કેસ થયા જેમાંથી હાલમાં 72 એક્ટિવ છે, માત્ર?9 મૃત્યુ થયા જે તમામને બીજી બીમારીઓ હતી. 65 વર્ષથી વધુ વયનાને કોરોના લાગુ પડયો. આ આંકડો મુખ્ય હતો. બાકીના પોઝિટિવ કેસોમાં સરેરાશ વય 40 વર્ષની હતી. મુંબઇમાં વેસ્ટર્ન લાઇનમાં વસઇ સુધી અને સેન્ટ્રલ લાઇનમાં કર્જત સુધી કુલ વસતી 45થી 50 હજારની છે. જ્ઞાતિના દરેકેદરેક ઘરે વિટામિન સી અને આયુર્વેદિક ગોળીઓ પહોંચાડવામાં આવી. કુલ નવ લાખ?80 હજાર ગોળીઓ જ્ઞાતિજનોને પહોંચાડવામાં આવી હતી. જ્ઞાતિના એક જણમાં કોરોનાના લક્ષણ દેખાય એટલે તેની સારવાર શરૂ?કરી દેવામાં આવે. કોઇને તાવ આવે તોય તેની જાણ મુખ્ય કાર્યકર્તાઓને ઓનલાઈન થઇ?જાય. આપત્તિકાળમાં જ્ઞાતિ બાંધવો-ભગિનીઓને મદદરૂપ થવા એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી. આ માહિતી આપતાં માતૃસંસ્થા કચ્છી ભાનુશાલી સેવા સમાજના ટ્રસ્ટી દિનેશ ચાંદ્રાએ જણાવ્યું કે, એ.પી.એમ.સી. માર્કેટમાંથી પ્રથમ કેસ બહાર આવતાં જ અમે સજાગ થઇ?ગયા. સમાજના તમામ કાર્યકરો એક છત્ર નીચે આવી ગયા. સૌ પહેલાં સમાજના ડોક્ટરોની બેઠક યોજીને તેમનું માર્ગદર્શન લીધું. સમાજની કાર્યકારિણી ટીમ હેઠળ?અન્ય ત્રણ ટીમ રચાઇ. કોરોના ફાઇટર ટીમ, વોટ્સએપ (મીડિયા) ટીમ અને હેલ્થ સપોર્ટ ટીમ કલ્યાણ, વિઠ્ઠલવાડી, ડોંબિવલી, થાણા, રઘુનાથનગર, મુલુંડ?ચેક નાકા, ઘાટકોપર, મલાડ, જોગેશ્વરી, શેઠિયાનગર (સાકી નાકા), અસલ્ફા વિસ્તારમાં જ્ઞાતિની વસતી છે. વિસ્તારદીઠ કાર્યકરોની આપાતકાલીન ધોરણે?ટીમ રચાઇ. એરિયા ટીમના સંપર્કમાં રહીને દરરોજ રાત્રે ઝૂમ મિટિંગમાં અહેવાલ મેળવવો એ કારકારિણી ટીમનું દૈનિક કાર્ય, એ પછી એરિયા ટીમને સરકારના નિયમોથી માહિતગાર કરવામાં આવે એ જ રીતે બીજા રાજ્યોમાં વસતા જ્ઞાતિજનોને પણ મિટિંગમાં માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે લોકડાઉન દરમ્યાન જ્ઞાતિના નોકરિયાત વર્ગ અને જરૂરિયાતમંદ પરિવારોને દરમહિને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચતી કરવાની સઘન વ્યવસ્થા કરવામાં આવી. ફોન આવે કે તરત જ સંભવિત કોરોના પીડિતના પરિવારની માહિતી મેળવવી એ કામ કોરોના ફાઇટર ટીમને સોંપવામાં આવ્યું. સંભવિત દર્દીને  ડોક્ટર ટીમ સાથે ચર્ચા કરીને તેને હોસ્પિટલમાં દાખલ કરવો અથવા ઘરમાં જ ક્વોરેન્ટાઇન કરવો અથવા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવો. દર્દીની રજેરજની માહિતી દરરોજ મેળવવી અને તેના પરિવારના સંપર્કમાં રહીને તેની જરૂરિયાતો પૂરી કરવી.દર્દીને ચા-નાસ્તો, ફળ અને જમવાનું સમયસર મળી રહે તેની વ્યવસ્થા કરવી. આ બધી વ્યવસ્થા માટે એરિયા દીઠ કો-ઓર્ડિનેટરની વ્યવસ્થા કરવી. જ્ઞાતિજન કોરોનામુક્ત થયા પછી તેને ઘેર પહોંચાડવા સુધીની જવાબદારી પૂરી કરવી. એ પછી પણ માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે એ માટે પૂરતા પ્રયાસો કરવા. અમારા સમાજ માટે ચાર ક્વોરેન્ટાઇન સેન્ટર કર્યા છે જેમાં ત્રણ અસલ્ફા, નવી મુંબઇ, શેઠિયાનગર અને ચોથો ડોંબિવલીમાં હમણાં શરૂ?કર્યા છે. અમારી ઝૂમ મિટિંગમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપથી ઓનલાઇન ભાગ લે છે. માર્ગદર્શનની આપ-લે દરરોજ કરીએ. દર્દી માટે દોડાદોડી કરનારા બધા જ માસ્ક, પીપીઇ પહેરીને જ કામ કરે છે. દાતા, ડોક્ટર અને કાર્યકરની ટીમે ખરેખર રંગ રાખ્યો છે. સમાજના કોરોના દર્દીને રાહ જોવી ન પડે એ માટે આઠ?હોસ્પિટલ સાથે ટાઇઅપ કર્યું છે. ખર્ચ માટે સમાજ મંડળો અને દાતાઓ હાજર છે. અમે ખરેખર તો સરકારનો બોજો ઓછો કર્યો છે. અમારી પાસે 149 કાર્યકર્તાઓની ટીમ?છે જેમાં 17 ડોક્ટર છે. કચ્છ, ગુજરાત, અન્ય રાજ્યોમાં પણ અમે જવાબદારી ઉપાડી લીધી છે. કચ્છમાં દરેક ગામમાં મેડિકલ કિટ આપી છે. દરેક કિટમાં ઓક્સિજન, ટેમ્પરેચર, બી.પી. માપવાના સાધનો અને દવા છે. ખાસ તો રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા છે. કોરોના સામે જંગ શરૂ કર્યો છે. અત્યાર સુધી અમે જીત્યા છીએ અને આગળ પણ જીત મેળવશું જ એમ દિનેશ ચાંદ્રાએ અંતમાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, અમે બીજા સમાજોને પણ સહયોગ આપીએ છીએ. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer