જિલ્લામાં પાંચ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 1 : જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થવા સાથે માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થઇ?રહ્યો છે. જિલ્લામાં મુંદરા, માંડવી અને લખપત તાલુકામાં નવા પાંચ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા મુજબ મુંદરાના નાના કપાયામાં મહેશ્વરી સમાજવાડીની બાજુમાં આવેલા આંબેડકર નગરના 14 ઘર તો સમુદ્ર ટાઉનશિપ બિલ્ડિંગ નં. એ-35ના બ્લોક નંબર 1થી 12 તેમજ ધ્રબ ગામના વાડી વિસ્તારના ત્રણ?ઘરને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવરી લેવાયા છે. એ જ રીતે લખપત તાલુકાના એસ. કે. વર્માનગર જી.એમ.ડી.સી. કોલોનીમાં ક્વાર્ટર નંબર સી/સી 53થી સી/સી 54 તેમજ સી/સી 77થી સી/સી 88ના ક્વાર્ટર વિસ્તાર અને માંડવી તાલુકાના બિદડા ગામના રાજગોર ફળિયું સિદ્ધેશ્વર મંદિર પાછળના વિસ્તારને આવરી લેવાયો છે. જી.એમ.ડી.સી. કોલોનીમાં 9 જુલાઇ જ્યારે અન્ય વિસ્તારમાં 11 જુલાઇ સુધી સરકારી ફરજ સિવાયની તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાપાત્ર?ઠરશે તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer