સરકારી કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ઊડતો છેદ ચિંતાપ્રેરક

ભુજ, તા. 1 : કોરોનાના કારણે જારી લોકડાઉનના પગલે લગભગ એકાદ માસ સુધી સરકારી કચેરીઓમાં મહત્તમ કામગીરી પર રોક લગાવી દેવાઇ હતી. લોકડાઉનના ચોથા તબક્કા પછી રાહતો મળવાની શરૂ?થયા બાદ અનલોકના આરંભ સાથે દરેક કામગીરી રાબેતા મુજબ જ આગળ ધપતી દેખાઇ?રહી છે. જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં હજુ પણ સામાજિક અંતર એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઊડતો દેખાઇ રહ્યો છે. સામાજિક અંતર જળવાયેલું રહે તે માટે અનેક માર્ગદર્શિકા જાહેર તો કરાઇ પણ મહત્ત્વની મનાતી કચેરીઓમાં જ આ મહત્ત્વના નિયમની અવહેલના થતી દેખાઇ રહી છે. કલેક્ટર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમની અમલવારી તો થાય છે પણ ક્યાંકને ક્યાંક તેમાં અસરકારકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યાં અરજદારોની સર્વાધિક ભીડ રહેતી હોય છે એવા મામલતદાર કચેરી હસ્તકના જનસેવા કેન્દ્રોમાં તો જાણે કે સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ અમલી જ ન હોય તેવી સ્થિતિ સર્જાઇને સામે આવતી દેખાઇ રહી છે. આ નિયમની સુચારુ?રીતે અમલવારી થાય તે માટે જનસેવા કેન્દ્રોમાં ટોકન પ્રથાની સાથે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ અમલી બનાવવાની વિચારણા તો આદરાઇ?છે પણ?તેનો અમલ થવામાં હજુ થોડો સમય લાગે તેમ હોતાં જ્યાં સુધી તે અમલી ન બને ત્યાં સુધી લોકોએ સ્વયંશિસ્ત અપનાવવા માટેની જાગૃતતા કેળવવી જ જોઇઅ,ઁ પણ કમભાગ્યે આવી જાગૃતતા દેખાડવામાં આવતી જ નથી. સરકારી કચેરીઓમાં તો અરજદારોની આવન-જાવન વધુ પ્રમાણમાં રહેવા સાથે નિયમોના અમલની જવાબદારી આ કચેરીઓના શિરે હોતાં જો ત્યાં  જ નિયમોનો છેદ ઊડતો હોવાની સ્થિતિ સર્જાતી હોય તો અન્યત્ર આશા રાખવી વ્યર્થ હોવાનો ગણગણાટ વ્યક્ત થતો જોવા મળી રહ્યો છે. માસ્ક પહેરવો ફરજિયાત હોવા છતાં અરજદારોની વાત તો દૂર રહી સરકારી તંત્રના જવાબદારો માસ્ક પહેરવાથી અળગા જ દેખાઇ રહ્યા છે. ત્યારે આ બાબતને ગંભીર ગણી તકેદારીનાં પગલાં ભરવા આવશ્યક બની ગયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer