બસ સ્ટેન્ડ પાસેની સોસાયટીઓમાં અજાણ્યા તત્ત્વોના આંટાફેરા

ભુજ, તા. 1 : ગાયત્રી મંદિર રોડ પાસેના રહેણાંક વિસ્તારમાં હંગામી બસ સ્ટેશન શરૂ થયા પછી રહેવાસીઓના સુખ-શાંતિ હરામ થઇ ગયા છે. હવે બસમાં આવ-જાના બહાને અજાણ્યા તત્ત્વો પાસેની સોસાયટીઓમાં  શંકાસ્પદ આંટાફેરા શરૂ કરતાં રહેવાસી ભયભીત બન્યા છે. સિદ્ધિ વિનાયક સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં પંદર-વીસ શ્રમિકોનાં ટોળાંએ  પાસેના ઘરના પ્રાંગણમાં ડેરો જમાવ્યો હતો અને અબ્બાસઅલી પીર પાસે શૌચક્રિયા કરતાં ગંદકી ફેલાઇ હતી.બસની રાહ જોવાના બહાને સોસાયટીમાં આરામ કરવા પહોંચી આવતા તત્ત્વો ચોરી-ચપાટી માટે રેકી તો નથી કરતાને એવી આશંકા ગયા વિના રહેતી નથી. આસપાસની રામરહીમ, ન્યૂ ગાયત્રી, સંયુકતા કોલોનીમાંય આવી જ મુશ્કેલી છે. પોલીસતંત્ર જાપ્તો રાખે એવી રહેવાસીઓની માગણી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer