ગાંધીધામમાં મગજની નસની વગર ચીરફાડે કરાયેલી સફળ શત્રક્રિયા

ગાંધીધામ,તા.1: અહીંની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મગજની નસોની ચીરફાડ વગરની ન્યુરો-એન્ડોવાસ્કયુલર કોઈલિંગની સફળ શત્રક્રિયા સંપન્ન કરાઈ છે. કચ્છ જિલ્લામાં સંભવત: પ્રથમ વખત શરૂ થયેલી  આ સુવિધા અંગે  ડો. અંકુર ગુપ્તાએ કહ્યંy હતું કે  મગજમાં હેમરેજ સાથે આવેલા 40 વર્ષીય દર્દીની સીટી-બ્રેઈન, લોહીની તપાસ તથા સેરેબ્રલ એન્જીઓગ્રાફીની તપાસ કરાઈ છે. જેમાં તેમના મગજની ડાબી બાજુએ મુખ્ય નસમાં મોરલી એટલે કે નસમાં પરપોટો થયો હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીધામની આ હોસ્પિટલમાં ચીરફાડ વગરના એન્ડોવાસ્કયુલર કોઈલિંગનું સફળ ઓપરેશન કરી મગજની નસમાં રહેલો અંતરાય દૂર કરાયો હતો.સેરેબ્રલ એન્જીઓગ્રાફી (મગજની એન્જીઓગ્રાફી) વિશે વધુ પ્રકાશ પાડતાં ડો. ગુપ્તાએ ઉમેર્યું હતું કે  આ એન્જીઓગ્રાફી થકી મગજમાં કઈ જગ્યાએ નસમાં સમસ્યા છે તે ખ્યાલ આવે છે. આધુનિક સારવારમાં તે નસમાં કોલલ્સ ભરીને  સંપૂર્ણ રીતે બંધ  કરવાની પદ્ધતિ છે, જેથી  નસોનો ફુગ્ગો ફરીથી ફાટવાની શક્યતા ન રહે અને  હેમરેજ ન થાય. આ  પ્રક્રિયા ખૂબ સાવચેતીપૂર્વક  કરાઈ હતી. સેન્ટરહેડ  રાજ કડેચાએ કહ્યું કે મગજની નસની અંગે સમસ્યા અંગેની  સારવાર  ઘરઆંગણે ઉપલબ્ધ થતાં દર્દીઓને  અમદાવાદ, રાજકોટ, મુંબઈ સુધી  લાંબા થવામાંથી મુક્તિ મળશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer