ઘઉંની ખરીદીમાં અબડાસાના ખેડૂતોને થયેલી નુકસાની

વરાડિયા (તા. અબડાસા), તા. 1 : અધિકારીઓના નકારાત્મક વલણના કારણે અબડાસા વિસ્તારમાં સરકારી નિગમ દ્વારા ઘઉંની ખરીદી નહીં થતાં મોટી નુકસાની થઈ હોવાની રજૂઆત રાજ્યના કૃષિ મંત્રી સમક્ષ પૂર્વ ધારાસભ્યે કરી હતી. પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહિમ મંધરાએ કૃષિ મંત્રીને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં નિગમ દ્વારા ઘઉંની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવી છે, છતાં અબડાસાના ખેડૂતો એનલિયા નિગમ ખાતે નોંધણી કરાવી. પરંતુ સ્થાનિક અધિકારીઓ નેગેટિવ વલણ અને ખાનગી માણસોને આગળ રાખી મોટાભાગનો માલ નહીં ચાલે તથા ઘણા ખેડૂતોના માલનો જથ્થો નલિયા ખાતેથી પાછો લઈ જવો પડયો હતો. ખાનગી વેપારીઓની મીલીભગતને કારણે મોટાભાગના ખેડૂતોએ 1650થી 1700 સુધી વેચાણ કરવું પડયું. જેથી કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે. પાછું ખેડૂતો દ્વારા સહકાર મળેલો નથી એવાં નિવેદનો કરવામાં આવ્યાં. હજુ પણ ખેડૂતો પાસે માલ પડયો છે અને ખેડૂત સેમ્પલ લઈ જાય તો કહેવામાં આવે છે કે, આ  માલ નહીં ચાલે. સારી ગૂણોનો પણ માલ રદ્ કરવામાં આવે છે. જિલ્લાની વાજબી ભાવની દુકાનોમાં જે ગોડાઉનમાંથી માલ આપવામાં આવે છે જે ખેડૂતોના માલની ગુણવત્તા કરતાં ખૂબ જ નબળી છે. ખાનગી વેપારીઓ પાસે માલ જાય એના માટેની આખી ચેનલ ગોઠવવામાં આવી છે. જેમાં ખાનગી વેપારી અને અધિકારીઓ સફળ થયા છે એમ તેમણે પત્રમાં જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer