સાત દિવસમાં રિકવરી રેટ 12 ટકા ઘટયો, એક્ટિવ કેસ 13 ટકા વધ્યા

સાત દિવસમાં રિકવરી રેટ 12 ટકા ઘટયો, એક્ટિવ કેસ 13 ટકા વધ્યા
ભુજ, તા. 30 : કચ્છમાં વીતેલા 7 દિવસમાં કોરોનાના 38 પોઝિટિવ કેસ નોંધાતાં જિલ્લાનો રિકવરી રેટ એટલે કે સાજા થતા દર્દીઓની ટકાવારી 12 ટકા જેટલી ઘટી ગઈ છે. તો સામે એક્ટિવ કેસ વધતાં તેની ટકાવારી વધી રહી છે. એક્ટિવ કેસમાં 13 ટકાનો વધારો દેખાયો છે. એક સપ્તાહ પૂર્વેની વાત કરીએ તો જિલ્લામાં કોરોનાના 126 પોઝિટિવ કેસ સામે એક્ટિવ કેસ માત્ર 25 હોતાં જિલ્લાનો રિકવરી રેટ 74 ટકા હતો જે એક સપ્તાહમાં ઘટીને હવે 52.20 ટકાએ પહોંચી ગયો છે. આજની સ્થિતિએ જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 164 પર પહોંચવા સાથે એક્ટિવ પોઝિટિવ કેસો 54 પર પહોંચી ગયા છે. આ સપ્તાહ દરમ્યાન જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી વિશેષ રીતે સુરક્ષા દળના જવાનો વધુ પ્રમાણમાં સંક્રમિત થવા લાગતાં તેનો સીધો પ્રભાવ રિકવરી રેટ પર પડયો છે. જો આ જ રીતે કોરોનાના કેસ આવવાનો સિલસિલો જારી રહેશે તો  સ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતાને નકારાતી નથી. આ અઠવાડિયા દરમ્યાન 38 પોઝિટિવ કેસ નોંધાયા તેની સામે 9 દર્દીઓને રજા આપવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer