પહેલા જ વરસાદમાં નવાગામનો પુલ જર્જરિત બનતાં ચિંતા

પહેલા જ વરસાદમાં નવાગામનો પુલ જર્જરિત બનતાં ચિંતા
નવી દુધઈ, તા. 30 : અંજાર તાલુકાનો નવાગામ પુલ પહેલા જ વરસાદમાં જર્જરિત થયો હતો. પુલ બનવાને એક વર્ષ પણ થયું નથી, સાથે પહેલા જ વરસાદમાં તંત્રના ભ્રષ્ટાચારની પોલ પાધરી થઈ ગઈ છે. નવાગામનો પુલ પણ જેમ ત્રણ લેયરનું કામ થયું તેમ વિવાદમાં ઘેરાયેલો રહ્યો છે. સાથે નવાગામ પુલ પાસે નાના-મોટા ઘણા અકસ્માતો પણ સર્જાયા છે. સાથે આ પુલિયા પાસે 2થી 3 વ્યક્તિઓનાં મોત થઈ ચૂક્યા છે. આજુબાજુના ગામનાલોકો તંત્ર પાસે રજૂઆતો    કરીને આ પુલનું કામ મહામુસીબતે કરાવ્યું હતું. `ઉતાવળે આંબા ન પાકે' કહેવત સાચી પડી હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું.નવાગામનો પુલ બનવાને હજુ એક વર્ષ પણ નથી થયું. જો પહેલા જ વરસાદમાં આવી દયનીય હાલત છે, તો હજી ચોમાસાની સિઝન તો બાકી છે. જરા વિચારો ! આ પુલની શું હાલત થશે તેવા સવાલ ઊઠયા છે. રસ્તાઓમાં ખાડા પડી ગયા, પાપડી તૂટી ગઈ અને ક્યાંક રસ્તાઓમાં મોટા ગાબડાના પણ સમાચાર મળી રહ્યા છે અને તંત્રની પોલ ખૂલી રહી છે. સત્વરે તંત્ર દ્વારા કામ સુધારણા કરવામાં નહીં આવે તો અહીંથી રાત્રિના સમયે કેટલીયે ગાડીઓ નીચે ઊતરી જશે તેવી ભીતિ વ્યક્ત થઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer