પચ્છમનું એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર `સરહદનું સંત્રી''

પચ્છમનું એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર `સરહદનું સંત્રી''
મુસા સુમરા દ્વારા-  સુમરાપોર (તા. ભુજ), તા. 30 : સરહદી પચ્છમ વિસ્તાર દેશના સંત્રીની ભૂમિકા અદા કરી રહ્યો છે, ત્યારે આ વિસ્તારના રહીશોની તંદુરસ્તીની જવાબદારી જેના શિરે છે તે ખાવડાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ બની રહ્યું છે. મજાની વાત એ છે કે, ઓગસ્ટ 2018થી અહીં ફરજ બજાવતા ડો. રાજેશ વર્મા આ સરકારી દવાખાનામાં ગરીબ દર્દીઓની સારી સારવાર કરી રહ્યા છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 220થી વધુ ઓ.પી.ડી. હોય છે. એક જ મુખ્ય ડો. વર્મા ગમે તેવી પરિસ્થિતિ સંભાળી રહ્યા છે. એ ખરું કે ડો. વર્માને ભૌતિક સુખ સગવડોનો અભાવ હોઈ શકે, એક્સ રે મશીન, લેબોરેટરી, ગાયનેક ડોક્ટર વગેરેની બાધા છે. છતાંયે દર્દીઓ આ કેન્દ્રની સેવાથી સંતુષ્ટ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer