ભચાઉમાં દર્દી જેનું બારણું અડધી રાત્રે પણ ઠોકી શકે છે

ભચાઉમાં દર્દી જેનું બારણું અડધી રાત્રે પણ ઠોકી શકે છે
કમલેશ ઠક્કર દ્વારા-   ભચાઉ, તા. 30 : લોકડાઉન દરમ્યાન નગરમાં કેટલાક તબીબોએ અંગત રજા બાદ સેવાઓ ચાલુ કરી હતી.  તે પૈકીના ડો. ધર્મેન્દ્ર રતીલાલ પરમાર દર્દીઓ માટે વિશ્વાસપાત્ર નામ છે. ઘણી વખત તહેવારો કે રજાના દિવસે અનેક જગ્યાએ તબીબો મળવા મુશ્કેલ બનતા હોય છે ત્યારે ડો. પરમારનું ઘર રાત્રે પણ ખુલ્લું હોય છે. દર્દી બેધડક તેમના ઘરે દરવાજો ખટખટાવી શકે છે. આ અંગે ડો. ધર્મેન્દ્રભાઇ કહે છે કે લોકડાઉન દરમ્યાન શરદી-ખાંસી, તાવ ધરાવતા દર્દીને સરકારી હોસ્પિટલ ભચાઉ-ભુજ  ખસેડાયા હતા તે દરમ્યાન પણ તેમની પાસે આવતા દર્દીઓને ટાળવાના બદલે નિદાન કર્યું હતું. સાથે સાથે આયુષ મંત્રાલય તરફથી મળેલી દવાઓનું વિતરણ પણ કર્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા સૂંઠનું પણ વિતરણ કરાયું હતું. ડો. ધમેન્દ્રભાઇ મજબૂર દર્દી પાસે ફી વિના તપાસણી અને સારવાર કરે છે. તેમના પત્ની ભાવનાબેન પણ પતિની ફરજમાં સહયોગી બનતાં રહે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer