ભુજમાં રાત્રે ઘરમાં ઘૂસી આવેલા શખ્સને પકડવા જતાં પડી જવાથી ઘરમાલિક ઘવાયા

ભુજ, તા. 30 : શહેરમાં ભીડનાકા બહાર પેરેડાઇઝ હોટલ પછવાડેના વિસ્તારમાં આવેલી નાગેન્દ્ર પાર્ક સોસાયટી ખાતે મધ્યરાત્રિએ ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા શખ્સને પકડવા માટે દોટ મૂકનારા ઘરમાલિક સુરેશ કરમશી ઠકકર (ઉ.વ.48) અકસ્માતે પડી જવાથી જખ્મી થયા હતા. ગતરાત્રે 12.50 વાગ્યાના સુમારે ઘરના સૌ સભ્યો નિદ્રાધીન થયેલા હતા ત્યારે કોઇ અજ્ઞાત શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. જોગાનુજોગ આ સમયે સુરેશ ઠકકર બાથરૂમ જવા માટે ઉઠતાં આગંતુક શખ્સ તેમને જોઇને ભાગ્યો હતો અને તેને પકડવા જતાં ઘરમાલિક પડી જતાં તેમને માથામાં ઇજા થઇ હતી. ભોગ બનનારને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer