નાગાર્જુન કંપનીની જાળવણીની સમયમર્યાદા એપ્રિલમાં પૂરી થઈ

ગાંધીધામ, તા.30 : નહેરનું બાંધકામ કરાયા બાદ તેની જાળવણી માટેની જવાબદારી પણ એજેન્સીની જ રહે છે, ત્યારે  અહીં કેનાલ  130 કિલોમીટરની  સાંકળ સુધી કેનાલ બનાવનારી કંપનીની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે ગાબડાં સમારકામની જવાબદારી કોની તે મુદ્દો ગંભીર છે. દરમ્યાન નવી કંપનીના કોન્ટ્રાકટની ટેન્ડર પ્રક્રિયાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. મળતી વિગતો મુજબ નાગાર્જુન કંપનીએ બનાવેલી કેનાલની જાળવણીની જવાબદારી  વર્ષ 2020 સુધી હતી. તેની સમયમર્યાદા એપ્રિલ મહિનામાં જ પૂરી થઈ ગઈ છે.  જાળવણી માટે નિગમ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા  કરી હતી અને તેના માટે ચાર પાર્ટીઓએ ટેન્ડર ભર્યું હતું. પરંતુ કોરોનાના કારણે આ પ્રક્રિયા હાલ મુલતવી રહી છે, ત્યારે 130 કિલોમીટર વચ્ચે જ 300 મીટરનું અને અન્ય નાનાં-મોટાં ગાબડાં પડયાં છે, ત્યારે તે કોણ સમારકામ કરશે તે એક સવાલ છે. આ ઉપરાંત એનાથી પણ આગળ પણ અનેક સાંકળમાં  જાળવણીની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અથવા તો પૂરી થવામાં ઓછો સમય બાકી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer