કચ્છના જળાશયોમાં 26 ટકા પાણી

અમારા પ્રતિનિધિ તરફથી અમદાવાદ, તા. 30: ગુજરાતમાં સત્તાવાર રીતે ચાલુ થયેલા ચોમાસા પૂર્વે જ શરૂ થઇ ગયેલા વરસાદને કારણે ગુજરાતના કુલ 205 જળાશયોમાં હાલનો જથ્થો 220738.53  મીટર ઘન ફૂટ પર પહોંચ્યો છે.  સૌરાષ્ટ્રમાં 140 જળાશયેમાં 26.91 ટકા અને કચ્છમાં 20 જળાશયેમાં 26.22 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.  જ્યારે ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં પાણીના સંગ્રહાયેલ જથ્થાની ટકાવારી 27.37 ટકા, મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં  47.55 ટકા, દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોમાં 44.50 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જળસંપત્તિ વિભાગે જળાશયોમાં પાણીના જથ્થા અંગેના જારી કરેલા આંકડાઓ અનુસાર સરદાર સરોવરમાં હાલમાં 57.22 ટકા પાણીનો સંગ્રહ, ઉકાઇ ડેમમાં 46.8 ટકા, 48.6 ટકા સંગ્રહ છે. આ ઉપરાંત સરદાર સરોવર જળશયમાં 191145.26 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે  કુલ સંગ્રહ શક્તિના 57.22 ટકા છે. હજુ પણ 100 ટકા વધુ ભરાયેલ એક જ જળાશય છે. જ્યારે 70 થી 100 ટકા ઇંચ્ચે ભરાયેલા 3 જળાશયો, 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા 22 જળાશયો, 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા 60 જળાશયો તેમજ 119 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે.વરસાદની સ્થિતિ જોઇએ તો રાજ્યમાં મોસમનો 30.6.2020 સુધીમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં 117 મિમી, જૂનાગઢમાં 196, રાજકોટમાં 144 મિમી, ગીર સોમનાથમાં 152 મિમી, મોરબીમાં 124 મિમી અમરેલીમાં 186 મિમી, જામનગરમાં 97 મિમી, ભાવનગરમાં 133 મી.મી.,  દેવભૂમિ દ્વારકામાં  180 મી.મી.,  બોટાદમાં 193 મી.મી. અને પોરબંદરમાં 229 મી.મી. વરસાદ થયો છે.  જ્યારે કચ્છ જિલ્લામાં 104 મી.મી. વરસાદ થયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer