કચ્છના પ્રભારી સચિવે કોવિડ-19 પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી

ભુજ, તા. 30 : કચ્છ જિલ્લામાં પ્રભારી સચિવ એમ. થેન્નારસને જિલ્લા કલેકટર તેમજ આરોગ્ય વિભાગ સાથે કોવિડ-19 હાલની પરિસ્થિતિની જાણકારી મેળવવા વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી. સચિવે જિલ્લામાં કોવિડ-19 પોઝિટિવ કેસો અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત નોન-કન્ટઈનમેન્ટ ઝોનમાં સર્વેલન્સ કામગીરી વધારી ઝડપી બનાવવા સૂચના આપી હતી. ખાસ કરીને કચ્છના દુરસુદુરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેવા પગલાં લેવાં જોઇએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં આ વિસ્તારના લોકો સાથે વિવિધ માધ્યમો દ્વારા લોકોને આ મહામારીથી બચવા જાગૃત કરવા માટે ગ્રામ્ય કક્ષાએ એક સમિતિ બનાવવા સૂચના આપી હતી. વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer