કોઠારામાં ગટર લાઇનનાં કામો ન થતાં દુર્ગંધ અસહ્ય

કોઠારામાં ગટર લાઇનનાં  કામો ન થતાં દુર્ગંધ અસહ્ય
કોઠારા (તા. અબડાસા), તા. 29 : અબડાસાના કોઠારા ગામે ગટર યોજનાની મરંમત ન થતાં ઠેર ઠેર ચેમ્બરો ઊભરાય છે. જેનાં કારણે રાહદારીઓને આવવા જવામાં તકલીફ સાથે દુર્ગંધ ફેલાતી હોવાનાં કારણે રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થયો છે. આ અંગે કોઠારા તા. પં. સદસ્ય સુવર્ણાબેન રાવલે જણાવ્યું હતું કે કોઠારાની ગટર યોજનાનું મરંમત સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કરાતું નથી. જેનાં કારણે ગટરની ચેમ્બરોમાંથી ગંદુ પાણી વહ્યાં કરે છે. દેનાબેંક અને ખાદી ભંડાર પાસે દિવસોથી ગટર ઊભરાય છે, છતાં તેનું મરંમત કરાતું નથી. જાહેર માર્ગ પર ગટરનું પાણી વહેતાં રાહદારીઓને આવવા-જવામાં અસહ્ય તકલીફ પડે છે. ગામના અન્ય વિસ્તારોમાં પણ ગટરનું પાણી ઠેર ઠેર વહ્યાં કરે છે, જ્યાં જ્યાં ગટર ઊભરાતી હોય તેવા સ્થળે તાત્કાલિક મરંમત કરવા માંગ કરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer