એમ.બી. સરદારના જવાથી ગુજરાતના કાયદા ક્ષેત્રને મોટી ખોટ પડી છે

એમ.બી. સરદારના જવાથી ગુજરાતના  કાયદા ક્ષેત્રને મોટી ખોટ પડી છે
ગાંધીધામ, તા. 29 : કચ્છના જાણીતા ધારાશાત્રી એમ.બી. સરદારનું અવસાન થતાં ગાંધીધામ વકીલ મંડળ દ્વારા સામાજિક અંતર સાથે તેમને અંજલિ અપાઈ હતી. કચ્છમાં ફોજદારી કેસોના ક્ષેત્રે ખ્યાતિ મેળવનારા અને ક્રિમિનલ વકીલાતના ભિષ્મ પિતામહ તરીકે જાણીતા એમ.બી. સરદારનું 93 વર્ષની વયે અવસાન થતાં કચ્છ નહીં સમગ્ર ગુજરાતના કાયદાક્ષેત્રે સંકળાયેલા વર્ગને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. ગાંધીધામ બાર એસો. દ્વારા વરિષ્ઠ ધારાશાત્રીને શોકાંજલિ અપાઈ હતી. આ વેળાએ મંત્રી વિનોદ આસવાણી, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ વાઘેલા, સહમંત્રી નિશાંત જોષી તથા વરિષ્ઠ ધારાશાત્રીઓ હાજર રહ્યા હતા. બારના પ્રમુખ હિતેષ ભારદ્વાજે અવસાન પામેલા શ્રી સરદારની સ્મૃતિ વાગોળતાં કહ્યંy હતું કે, મૂળ ઉત્તરપ્રદેશના ધારાશાત્રી એમ.બી. સરદાર ગુજરાત, મહારાષ્ટ્ર અલગ રાજ્ય નહતાં તે સમયમાં મહારાષ્ટ્રમાં પોલીસમાં નોકરી કરતા હતા. તેમણે મોટી ચીરઈના હેતુભા જાડેજા ખૂન કેસ, બાવજીભા જાડેજા ખૂન કેસ, ભચાઉના બકાભા જાડેજા હત્યા કેસમાં નામના મેળવી હતી. તેમજ સુરબાવાંઢ હત્યાકાંડમાં ખાસ સરકારી વકીલ તરીકે સેવા આપી હતી. કચ્છની પ્રથમ ફાંસીની સજા ભુજ કોર્ટ દ્વારા કરાતાં હાઈકોર્ટમાં જાતે અપીલ કરી તેમણે આ સજાને રદ્ કરાવી હતી તેવું એક યાદીમાં જણાવાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer