કોરોના મહામારી વચ્ચે કચ્છ યુનિ. દ્વારા લેવાનારી પરીક્ષા રદ કરવા માંગ

કોરોના મહામારી વચ્ચે કચ્છ યુનિ.   દ્વારા લેવાનારી પરીક્ષા રદ કરવા માંગ
ભુજ, તા. 29 : આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે અને કચ્છમાં પણ દરરોજ અનેક કેસ વધી રહ્યા છે, ત્યારે આગામી 9મી જુલાઈએ કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાનારી માસ્ટર ડિગ્રી અને અન્ય કોર્સની પરીક્ષાઓ રદ કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી દરેક તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં કરાયેલી રજૂઆત મુજબ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ, હરિયાણા તથા સીબીએસઈ તથા આઈસીએસઈ બધા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાઓ રદ કરી છે, ત્યારે કચ્છ યુનિ. શા માટે પરીક્ષા રદ નથી કરતી તેવા પ્રશ્ન સાથે આ પરીક્ષાનો વિરોધ કર્યો હતો અને માસ પ્રમોશન આપી દરેક વિદ્યાર્થીને પાસ કરી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ ઉપરાંત અનેક છાત્રો જિલ્લા કે રાજ્ય બહારના છે. ત્યારે પરીક્ષા સ્થળે પરિવહનની વ્યવસ્થા નથી, તો હોસ્ટેલ પણ બંધ હોવાથી વાંચનનું સાહિત્ય પણ હોસ્ટેલમાં પડયું છે તેમજ અત્યારે કોઈ પણ લક્ષણ વગર કોરોના પોઝિટિવ આવતો હોવાથી કયો વિદ્યાર્થી સંક્રમિત છે તે જાણી શકાય એમ ન હોવાથી પરીક્ષા ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer