વધુ બે જવાન કોરોનાથી સંક્રમિત

ભુજ, તા. 29 : કચ્છમાં કોરોનાનો કહેર યથાવત્ રહ્યો છે. આજે લશ્કરના બે જવાન પોઝિટિવ નીકળતાં કચ્છનો કુલ સંક્રમિત દર્દી આંક 155 પર પહોંચી ગયો છે જેમાંથી 48 કેસ હાલ એક્ટિવ છે. અદાણી હોસ્પિટલની લેબોરેટરી તરફથી બહાર પડેલી એક યાદીમાં ભુજમાં લશ્કરના વધુ બે 28 વર્ષના જવાન સંક્રમિત થઇ જતાં તપાસને પગલે કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગઇકાલે મુંદરાના કોરોનાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત થઇ જતાં કચ્છમાં મહામારીના પગલે અત્યાર સુધીમાં આઠ વ્યક્તિનો ભોગ લેવાયો છે. આજે વધુ બે સુરક્ષાકર્મીઓને કોરોના નીકળતાં બી.એસ.એફ. અને આર્મીના કુલ મળીને 37 જવાન કોરોનામાં સપડાયા છે. રજા પૂરી કરીને ફરજ ઉપર બહારથી આવતા જવાનોમાં ચેપનું પ્રમાણ સતત નીકળતાં સુરક્ષા એજન્સીઓમાં ચિંતા ફેલાઇ છે. કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 155 કેસ નોંધાયા છે જેમાંથી 99 જણ સાજા થઇ જતાં રજા આપી દેવામાં આવી છે તેમ છતાં આજના દિવસે 48 જણ પોઝિટિવ હોવાથી જુદી જુદી કોવિડ?હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer