રાપર લોહાણા યુવા મંડળે ઓનલાઈન ટેલેન્ટ શો યોજ્યો : 128 જણ જોડાયા

રાપર, તા. 28 : રાપર લોહાણા મહાજન સંચાલિત રાપર લોહાણા યુવક મંડળ દ્વારા ઓનલાઈન ટેલેન્ટ શો વોટ્સએપનાં માધ્યમથી યોજ્યો હતો. રાપર, ભુજ, આદિપુર, માધાપર, જૂનાગઢ, રાજકોટ, ગાંધીનગર, પોરબંદર, ગુઈર, જામનગર, સુરત, આડેસર, અબડાસા, મુંબઈ, દિવ, અંજાર, મોરબી, કેશોદ, કોટડા, પાટણ, ખાવડા, ભાભર, વડોદરા, મેંદરડા, આણંદ, નખત્રાણા, તાલાલા ગીર અને અમદાવાદ વગેરે વિસ્તારોમાંથી 128 જેટલી એન્ટ્રીઓ મળી હતી. જેમાં વિભાગ-1માં ક્રિશી ઠક્કર, પલક ઠક્કર, સિદ્ધિ ઠક્કર, વિભાગ-2માં દર્શન માણેક, હની ઠક્કર, હિમાન્શી ઠક્કર, હની કોટક તેમજ વિભાગ-3માં ધર્મેન્દ્ર ચંદે, જ્યોતિ પવાણી અને જિજ્ઞેશ હિંડોચા વિજેતાઓ રહ્યા હતા. વિજેતાઓને મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદેએ બિરદાવ્યા હતા. વ્યવસ્થા યુવક મંડળના પ્રમુખ પારસ માણેક, જય રાજદે, ચાંદ ભીન્ડે, જય ચંદે, સુમિત મીરાણી અને અમિત કક્કડ વગેરે દ્વારા સંભાળવામાં આવી હતી. નિર્ણાયક તરીકે ત્રિકાલદાસજી મહારાજ (રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર-રાપર), મુકેશભાઈ ઠક્કર તેમજ ભાવનાબેન ભીન્ડે રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer