લખપત તાલુકામાં 10 ગામના 2475 પરિવારને રાશનની કિટનું વિતરણ

દયાપર (તા. લખપત), તા. 29 : સુઝલોન ફાઉન્ડેશન દ્વારા એનલગ્રીન પાવર લિ.ના આર્થિક સહયોગથી વિવેકાનંદ મહિલા વિકાસ ફેડરેશન-માંડવી દ્વારા લખપત તાલુકાના 15 ગામોમાં 2475 જેટલા પરિવારોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની રાશનકિટ અપાઇ હતી. દયાપર ફોરેસ્ટ ખાતા દ્વારા દરેક રાશનકિટ ધારકોને ઘરદીઠ-1 રોપો આપવામાં આવ્યો અને દરેક પોતાના ઘરે એક વૃક્ષ વાવે અને તેનો ઉછેર કરે તેવી સમજ અપાઇ હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેક્ટર પ્રવીણસિંહ શેખાવત, મામલતદાર એ.એન. સોલંકી, આર.એફ.ઓ. શ્રી મેરિયા, પીએસઆઇ શ્રી ગેહલોત, સુઝલોન કંપનીના પ્રતિનિધિ જયેન્દ્ર શર્મા, યુવરાજસિંહ, પ્રહલાદભાઇ, દિવ્યેશભાઇ પંડયા, સુઝલોન ફાઉન્ડેશન સી.એસ.આર. મેનેજર દિલીપ પટેલ, વીઆરટીઆઇમાંથી અમરાભાઇ ખાંભલ્યા, માહિતી સેતુમાંથી ગોપાલભાઇ, લખપત તાલુકા ભાજપ પ્રમુખ વેશલજીદાદા, દરેક ગામોના સરપંચ - એચ.સી. તુંવર, ભાડરા મોટા, જનતબાઇ સાલે જત-વિરાણી નાની, આઇસાબાઇ હાસમ-આશાલડી, ભચીબેન હુસેન-બરંદા, અદ્રેમાન જુમા રાયમા-કોટડા મઢ, ભોજાભાઇ રબારી-સારણ મોટી, સુરુભા જાડેજા-માતાના મઢ, ભવાનભાઇ પટેલ-દયાપર, આઇસુબાઇ મુબારક-જંગડિયા તથા દરેક ગામના આગેવાનોએ હાજરી આપી હતી. સંચાલન તથા આયોજન વીએમવીએફના સીઇઓ કલ્યાણભાઇ ગઢવી તથા તમેની ટીમે કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer