ભુજમાં માતા-પુત્રીને ચાર જણે માર માર્યો

ભુજ, તા. 29 : સરવા મંડપ વિસ્તારમાં ગઇકાલે માતા અને પુત્રીને ચાર શખ્સોએ ભેગા મળીને માર માર્યાનો બનાવ બન્યો હતો. રવિવારે સાંજે સરવા મંડપમાં 35 વર્ષીય પૂનમબેન વાલજી વાઘેલા અને તેની 17 વર્ષીય પુત્રી પ્રભા ઘરે બેઠા હતા ત્યારે આરોપી એવા વાઘેલા દામજી કાનજી, શાંતાબેન દામજી, જયાબેન દામજી, અમરતબેન રાજુ સાથે મળીને લાકડી તેમજ લાતો-બુશટનો માર મારતાં માતા-પુત્રીને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાંની પોલીસ ચોકીમાં આ અંગે ફરિયાદીએ એમએલસી દાખલ કરાવતાં બી-ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી માટે જાણ કરાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer