ગાંધીધામ સરકારી વિશ્રામગૃહ સહિતનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર

ભુજ, તા. 29 : ગાંધીધામ શહેરના સરકારી વિશ્રામગૃહ, સેકટર-8, જોશી પેટ્રોલપંપની સામે, ટાગોર રોડ વિસ્તારને તા. 8-7-2020 સુધી કોવિડ-19 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી. કે. દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ગાંધીધામ શહેરના સરકારી વિશ્રામગૃહ, સેકટર-8, જોશી પેટ્રોલપંપની સામે, ટાગોર રોડ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારા પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા ફરમાવેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer